Viral: એક ઓવરમાં 7 સિક્સર, છ બોલમાં 48 રન ફટકાર્યા, જુઓ Video

|

Jul 29, 2023 | 11:24 PM

અફઘાનિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં સેદીકુલ્લાહ અટલે 56 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 118 રન બનાવ્યા હતા. તેણે 19મી ઓવરમાં 7 સિક્સ ફટકારીને 100 રન પૂરા કર્યા હતા. સતહે જ એક ઓવરમાં 7 છગ્ગા ફટકાર્યા હતા.

Viral: એક ઓવરમાં 7 સિક્સર, છ બોલમાં 48 રન ફટકાર્યા, જુઓ Video
7 sixes in one over

Follow us on

અફઘાનિસ્તાન (Afghanista)ના 21 વર્ષીય બેટ્સમેન સિદીકુલ્લાહ અટલે એક ઓવરમાં 7 સિક્સ મારીને કમાલ કરી હતી. તેણે બોલર અમીર જઝાઈના દરેક બોલ પર સિકસ ફટકારી હતી. કાબુલ પ્રીમિયર લીગ (Kabul Premier League)ની 10મી મેચમાં શાહીન હંટર્સ અને અબાસીન ડિફેન્ડર્સની ટીમ આમને-સામને હતી. શાહીન હંટર્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને માત્ર 16 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી.

સિદીકુલ્લાહ અટલે મચાવી તબાહી

ખરાબ શરૂઆત છતાં શાહીન હંટર્સની ટીમ જીતી ગઈ અને આ જીતનો અસલી હીરો સિદીકુલ્લાહ અટલ હતો, જેણે તોફાની સદી ફટકારી હતી. 3 વિકેટ ઝડપથી પડી ગયા પછી, અટલ ક્રિઝ પર ટકી ગયો હતો. તે ઇનિંગ્સના છેલ્લા બોલ સુધી રહ્યો હતો. તે 56 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 118 રન બનાવીને અણનમ રહ્યો હતો. 19મી ઓવરમાં તેણે હંગામો મચાવ્યો હતો.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

એક ઓવરમાં 48 રન બનાવ્યા

19મી ઓવરના પહેલા બોલે જઝાઈએ નો બોલ નાખ્યો, જેના પર અટલે સિક્સર ફટકારી. જઝાઈએ આગળનો બોલ વાઈડ ફેંક્યો. આ પછી, તેણે તેની ઓવરના તમામ 6 બોલ વ્યવસ્થિત રીતે ફેંક્યા, પરંતુ વાઈડ પછી, અટલે તેના તમામ 6 બોલ પર બાઉન્ડ્રી ફટકારી, જઝાઈએ તેની ઓવરમાં કુલ 48 રન આપી દીધા હતા.

ગાયકવાડની કરી બરાબરી

જઝાઈની આ ઓવરમાં અટલ 71 રનથી સીધા 113 રન સુધી પહોંચી ગયો હતો. તેણે એક ઓવરમાં 7 છગ્ગા ફટકારીને ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડના રેકોર્ડની બરાબરી કરી હતી. ગાયકવાડે ગયા વર્ષે વિજય હજારે ટ્રોફીમાં સતત 7 સિક્સર ફટકારી કમાલ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો : IPLમાં કાવ્યા મારનને ઉદાસ જોઈ રજનીકાંતને થાય છે દુઃખ, તેના પિતાને આપી આ સલાહ

92 રને મેચ જીતી

આટલું જ નહીં, આ મોંઘી ઓવરના કારણે શાહીન હંટર્સની ટીમનો સ્કોર પણ 158થી 206 રન સુધી પહોંચી ગયો હતો. ભલે નાવેદ ઝદરાને છેલ્લી ઓવરમાં 7 રન આપ્યા પરંતુ 19મી ઓવર અબાસીન માટે ભારે પડી. 214 રનના ટાર્ગેટના જવાબમાં ડિફેન્ડર્સને શાહીન હંટર્સે 18.3 ઓવરમાં 121 રનમાં જ રોકી દીધા હતા. ફિલ્ડિંગ ટીમે મેચ 92 રને જીતી લીધી હતી. સૈયદ ખાન અને ઝાહિદુલ્લા બંનેએ 3-3 વિકેટ લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો