ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 18 જૂનનો દિવસ ખાસ છે, કારણ કે આજના દિવસે 40 વર્ષ પહેલા ભારતીય ટીમના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવે ટીમ ઈન્ડિયાના ઈતિહાસની સૌથી યાદગાર ઈનિંગ રમી હતી. 18 જૂન 1983ના દિવસે કપિલ દેવે ઇંગ્લેન્ડના ટનબ્રિઝ વેલ્સ મેદાન પર વન ડે વિશ્વકપની 20મી મેચમાં ઝિમ્બાબ્વે સામે 175 રનની યાદગાર ઈનિંગ રમી ભારતને જીત અપાવી હતી અને ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો નવો આત્મવિશ્વાસ ઉમેર્યો હતો.
️ #OnThisDay in 1983
Tunbridge Wells
Captain @therealkapildev slammed 16 fours & 6 sixes to hammer 1⃣7⃣5⃣* off 1⃣3⃣8⃣ balls against Zimbabwe in the 1983 World Cup #TeamIndia pic.twitter.com/0FthfMKMuq
— BCCI (@BCCI) June 18, 2023
ઝિમ્બાબ્વે સામે લીગ રાઉન્ડની પાંચમી મેચમાં ભારતની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ભારતની શરૂઆતની પાંચ વિકેટ માત્ર 17 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી અને ટીમનું સન્માનજનક સ્કોર પર પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું હતું, ત્યારે મેદાનમાં ટીમ ઈન્ડિયાના કપ્તાન કપિલ દેવ મેદાનમાં આવ્યા અને તે બાદ જે થયું તે એક ઈતિહાસ છે.
Kapil Dev is regarded as one of the greatest all-rounders in the history of cricket. In the match against Zimbabwe in the 1983 World Cup, Kapil Dev scored an unbeaten 175 runs off just 138 balls, which is one of the most memorable innings in the history of Indian cricket. This… pic.twitter.com/XC5UctTCYV
— Opus India (@opusindia_) June 18, 2023
કપિલદેવ એ કરી બતાવ્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું અને વર્લ્ડ કપમાં અગાઉ ક્યારેય પણ આવ્યું બન્યું નહોતું. કપિલ દેવે પૂંછડિયા બેટ્સમેનો સાથે મળીને ભારતીય ટીમનો સ્કોર 17/5 થી 266 રન સુધી પહોંચાડી દીધો હતો. કપિલે 175 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં તેણે 138 બોલનો સામનો કર્યો અને 16 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. કપિલે વિકેટકીપર સૈયદ કિરમાણી (24) સાથે નવમી વિકેટની ભાગીદારીમાં 126 રન જોડ્યા હતા. ત્યારબાદ ભારતે ઝિમ્બાબ્વેને 235 રનમાં ઓલઆઉટ કરીને 31 રનથી મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચોઃ Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ મેદાનમાં ક્યારે પરત ફરશે? સ્ટાર બોલરને લઈ આવ્યા મોટા સમાચાર
Give me a better example than this inning of Kapil Dev saab. One of the iconic and greatest knock of all time.
Kapil dev 175* vs Zimbabwe 1983 world cup. pic.twitter.com/TeUvZ69K1y
— Mr.Professor (@iMrProfessor) June 14, 2023
બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં તે સમયના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર કપિલ દેવે અત્યંત કપરા સમયમાં સકંટ મોચક બની ધમાકેદાર પર્ફોમન્સ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી અને અંતમાં અન્ડર ડોગ ભારતીય ટીમને પોતાની કપ્તાનીમાં સૌપ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. કપિલ દેવની આગેવાની વાળી ભારતીય ટીમે વર્લ્ડકપ જીતીને ક્રિકેટની દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ હતું.
On this day in 1983, Kapil Dev played a wonderful innings and scored 175 not out against Zimbabwe. Unfortunately, we don’t have real video to see his innings, but we can see real Kapil Dev in ’83’ movie.@therealkapildev #IndianCricket #IndianCricketTeam @C4CRICVENKATESH pic.twitter.com/Sx643l6b43
— Krishna (@KM_Indian) June 18, 2023
કપિલ દેવની આ ઐતિહાસિક ઈનિંગ લાઈવ જોનાર લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. મેદાનમાં હાજર લોકો સિવાય અન્ય લોકો આ મેચનું પ્રસારણ નિહાળી ન શક્યા. પ્રસારણકર્તા BBCના કર્મચારીઓની હડતાળના કારણે આ મેચનું પ્રસારણ થઈ શક્યું નહોતું. 24 ડિસેમ્બર 2021ના દિવસે રીલીઝ થયેલ 83 મૂવીમાં ફેન્સને કપિલ દેવની આ શાનદાર ઈનિંગની ફિલ્મી ઝલક જોવા મળી હતી, જેમાં કપિલ દેવનો કિરદાર રણવીર સિંહે નિભાવ્યો હતો અને ફિલ્મનું ડિરેક્શન કબીર ખાને કર્યું હતું.