ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને જુલાઈ મહિનો વચ્ચેનો સંબંધ ઘણો ખાસ છે. તેમનો જન્મદિવસ 8મી જુલાઈએ જ છે. આ તે મહિનો છે જ્યારે તેણે તેના સુકાનીપદના કાર્યકાળની સૌથી મોટી અને યાદગાર જીત મેળવી હતી. 13 જુલાઇ, 2002ના રોજ, ભારતે લોર્ડ્સમાં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. મોહમ્મદ કૈફ આ જીતનો સ્ટાર હતો, જેણે ભારતને ન માત્ર ખિતાબ અપાવ્યો પરંતુ તેના કેપ્ટન ગાંગુલીની બોલતી પણ બંધ કરી દીધી હતી.
બરાબર 21 વર્ષ પહેલા આજના દિવસે ભારતે નેટવેસ્ટ ટ્રોફીની યાદગાર ફાઈનલ જીતી હતી, તે પણ 326 રનના વિશાળ લક્ષ્યાંકને હાંસલ કરીને અને તે સમયે આ ટાર્ગેટ ચેઝ કરવું લગભગ અશક્ય હતું. તે ફાઈનલ પહેલા ભારતીય ટીમ બીજી ઘણી ફાઈનલ હારી ચૂકી હતી અને ફરી એકવાર ટાઇટલ ગુમાવવાની નિરાશા ટીમના દરેક ખેલાડીને પરેશાન કરી રહી હતી.
🗓️ #OnThisDay in 2002
A heroic partnership between @YUVSTRONG12 & @MohammadKaif inspired #TeamIndia, led by @SGanguly99 to a victory as they beat England at Lord’s to win the NatWest Series 🏆👏🏻 pic.twitter.com/M6cc3noSBz
— BCCI (@BCCI) July 13, 2023
નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 325 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર માર્કસ ટ્રેસ્કોથિકે 109 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન નાસીર હુસૈને પણ 115 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝહીર ખાને 3 વિકેટ લીધી હતી. આટલો મોટો ટાર્ગેટ જોઈને કેપ્ટન ગાંગુલી સહિત ટીમના તમામ ખેલાડીઓ બીજી ફાઈનલ હારી ન જાય તેની ચિંતામાં હતા.
કેપ્ટન ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગે પોતે 15મી ઓવરમાં 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. પછી ગાંગુલી અને સેહવાગ આઉટ થયા અને ટૂંક સમયમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને દિનેશ મોંગિયા પણ આઉટ થઈ ગયા. માત્ર 146 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી. અહીંથી મોહમ્મદ કૈફ અને યુવરાજ સિંહના રૂપમાં બે યુવા બેટ્સમેનોએ ટીમની કમાન સંભાડી લીધી અને 121 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.
#Throwback to this memorable day when we ensured our tricolour flies high with pride 🇮🇳
This encounter should have been called NaTEST instead of Natwest coz it “tested” us at so many levels! 🤪😅
The victory won’t have been possible without the efforts of all teammates,… pic.twitter.com/b7rrc1DlPQ
— Yuvraj Singh (@YUVSTRONG12) July 13, 2023
ભારતને મેચમાં પરત લાવવામાં આ ભાગીદારી મહત્વની સાબિત થઈ અને આ પાર્ટનરશિપની વચ્ચે કંઈક એવું બન્યું જેણે ગાંગુલીને આશ્ચર્યમાં મૂકી દીધા. હકીકતમાં, જ્યારે કૈફ ધીમે ધીમે ભાગીદારીને આગળ લઈ રહ્યો હતો, ત્યારે યુવરાજ બાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો. પછી ગાંગુલીએ ડ્રેસિંગ રૂમમાંથી આંગળી બતાવી અને કૈફને સંકેત આપ્યો કે તેણે યુવરાજને એક રન લઈને સ્ટ્રાઈક પર લાવવો જોઈએ જેથી યુવરાજ બાઉન્ડ્રી ફટકારી શકે.
કદાચ કૈફે પોતાના કેપ્ટનના આ સૂચનને પડકાર તરીકે લીધું અને ટૂંકો બોલ આવતા જ કૈફે તેને ખેંચીને સિક્સર માટે મોકલી દીધો. કૈફની આ સ્ટાઈલ જોઈને ગાંગુલી પણ શાંત થઈ ગયા અને પછી કંઈ બોલ્યા નહીં. યુવરાજ અને કૈફે પોતે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં પહેલીવાર આ વાતનો ખુલાસો કર્યો હતો.
#OnThisDay in 2002, India won the NatWest final against England in a dramatic run chase of 326.
Two youngsters (Yuvraj Singh and Mohammed Kaif) scripted a remarkable title win by forging a 121-run stand in 106 balls 🙌#YuvrajSingh #SouravGanguly #MohammedKaif #NatwestFinal pic.twitter.com/auklQWxN59
— Wisden India (@WisdenIndia) July 13, 2023
આખરે, કૈફ જ ટીમને જીત તરફ લઈ ગયો. ટીમનો સ્કોર 267 રન હતો, ત્યારબાદ યુવરાજ પેવેલિયન પરત ફર્યો હતો. હરભજન સિંહ અને અનિલ કુંબલે પણ આઉટ થયા હતા, પરંતુ કૈફે ઝહીર ખાન સાથે મળીને છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી હતી. કૈફ 87 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
Published On - 6:39 pm, Thu, 13 July 23