
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાઈ રહી છે. આઈપીએલ 2023ની 42મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરુ થઈ હતી. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. રાજસ્થાનનો ઓપનર યશસ્વી જયસ્વાલ આજે પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 212 રન રહ્યો હતો. અંતે 1000મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી જીત મેળવી હતી.
બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની શરુઆત ખરાબ રહી હતી. બર્થ બોય કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવી આઉટ થયો હતો. ઈશાન કિશન અને કેમરુન ગ્રીને તે સમયે મુંબઈની ઈનિંગ સંભાળી હતી. તેમના આઉટ થયા બાદ સૂર્યાકુમાર યાદવનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. સૂર્યકુમારના આઉટ થયા બાદ ટિમ ડેવિડે અંતિમ ઓવર સુધી મુંબઈની ઈનિંગ સંભાળી હતી. છેલ્લી ઓવરમાં જ્યાં 6 બોલમાં 17 રનની જરુર હતી. ત્યાં તેણે 3 સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી.
પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અર્શદ ખાને 3 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ લીધી હતી. પિયુષ ચાવલાએ 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે જોફ્રા આર્ચર અને મેથેરીદે 1-1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 3 રન, ઈશાન કિશને 28 રન, કેમરુન ગ્રીને 44 રન, સૂર્યકુમારે 55 રન, તિલક વર્માએ 29 રન અને ટિમ ડેવિડે 45 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 10 સિક્સર અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા.
પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રન બનાવ્યા હતા. જોસ બટલરે 18 રન, સંજૂ સેમસન 14 રન, દેવદત્ત પડિક્કલે 2 રન, જેસન હોલ્ડરે 11 રન, હેટમાયરે 8 રન, ધ્રુવ જુરેલે 2 રન અને અશ્ચિને 8 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 12 સિક્સર અને 20 ચોગ્ગા જોવા મળ્યા હતા. બીજી ઈનિંગમાં અશ્વિને 2 વિકેટ લીધી હતી. જ્યારે બોલ્ટ અને સંદીપ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.
!
1️⃣0️⃣0️⃣0️⃣ matches – A landmark moment for IPL @ChennaiIPL | @DelhiCapitals | @gujarat_titans | @KKRiders | @LucknowIPL | @mipaltan | @PunjabKingsIPL | @rajasthanroyals | @RCBTweets | @SunRisers #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/JatDr3gk3K
— IndianPremierLeague (@IPL) April 30, 2023
Special mementos for two very special individuals
Mr. Jay Shah, Honorary Secretary of BCCI presents the award to @sachin_rt & Mr. Ashish Shelar, Honorary Treasurer, BCCI presents the award to @KumarSanga2 @JayShah | @ShelarAshish | #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/ImREkGwdLs
— IndianPremierLeague (@IPL) April 30, 2023
Piyush Chawla puts an end to the dangerous partnership! 🙌🏻
Jos Buttler walks back for 18.#RR 88/1 after 9 overs.
Follow the match ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/zdHilCeBk3
— IndianPremierLeague (@IPL) April 30, 2023
That Maiden IPL Century feeling
A TON in 1️⃣0️⃣0️⃣0️⃣th IPL Match 🙌🏻@ybj_19 departs after 124 off just 62 deliveries 👏🏻👏🏻#IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/rV3X7AUSfc
— IndianPremierLeague (@IPL) April 30, 2023
Cameron Green finds the height but not the distance!@ashwinravi99 gets another 👌🏻👌🏻#MI 104/3 after 12 overs.
Follow the match ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/d6bEAEukPN
— IndianPremierLeague (@IPL) April 30, 2023
WHAT. A. CATCH! 🤯
Spectacular effort from Sandeep Sharma to get the wicket of Suryakumar Yadav 👏🏻👏🏻#MI need 43 off 18.
Follow the match ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/0PVyi5z7SB
— IndianPremierLeague (@IPL) April 30, 2023
Pure emotions after winning a last-over classic courtesy Tim David!#IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/kaYGpcG0Nq
— IndianPremierLeague (@IPL) April 30, 2023
છેલ્લા 15 વર્ષમાં 16 સિઝનથી ભારત સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલની રોમાંચક મેચોનો આનંદ લઈ રહ્યા છે. આઈપીએલ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ બન્યા છે અને ઘણા રેકોર્ડ તૂટયા છે. ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે, આઈપીએલમાં પણ એવી ઘણી મેચો જોવા મળી છે જેમાં અશક્ય વાતો શક્ય બની છે. આવનારા વર્ષોમાં પણ આઈપીએલમાં નવા નવા ખેલાડીઓ આવશે અને ભારતની સૌથી મોટી ટુર્નામેન્ટને વધારે રોમાંચક બનાવશે.
🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to bat first against @mipaltan.
Follow the match ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/cy43uEDDTG
— IndianPremierLeague (@IPL) April 30, 2023
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાન રોયલ્સ ઇમ્પેક્ટ સબ્સ: ડોનોવન ફરેરા, એમ અશ્વિન, રિયાન પરાગ, કુલદિપ યાદવ, કુલદીપ સેન
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, રિલે મેરેડિથ, અરશદ ખાન
મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ સબ્સ: નેહલ વાઢેરા, રમણદીપ સિંહ, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:51 pm, Sun, 30 April 23