માત્ર 60 બોલમાં બનાવ્યા 100 રન, બાંગ્લાદેશ માટે સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર ખેલાડી બન્યો

ભારતના પાડોશી બાંગ્લાદેશે પણ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પોતાનો રેકોર્ડ સુધારવાની તૈયારી કરી લીધી છે અને તે સતત વનડે શ્રેણી રમી રહ્યું છે. આયર્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં જબરદસ્ત સ્કોર અને જીત બાદ અનુભવી બેટ્સમેન મુશ્ફિકુર રહીમ દ્વારા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જે બાંગ્લાદેશ માટે સૌથી ઝડપી ODI સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.

માત્ર 60 બોલમાં બનાવ્યા 100 રન, બાંગ્લાદેશ માટે સૌથી ઝડપી વનડે સદી ફટકારનાર ખેલાડી બન્યો
| Edited By: | Updated on: Mar 20, 2023 | 8:00 PM

આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તમામ ટીમો પોતાની જાતને તૈયાર કરી રહી છે. ટીમ ઈન્ડિયા આ માટે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝ રમી રહી છે, જ્યાં તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તે જ સમયે, ભારતના પાડોશી બાંગ્લાદેશે પણ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પોતાનો રેકોર્ડ સુધારવાની તૈયારી કરી લીધી છે અને તે સતત વનડે શ્રેણી રમી રહ્યું છે. આયર્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં જબરદસ્ત સ્કોર અને જીત બાદ અનુભવી બેટ્સમેન મુશ્ફિકુર રહીમ દ્વારા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જે બાંગ્લાદેશ માટે સૌથી ઝડપી ODI સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.

સિલ્હેટમાં બે દિવસ પહેલા રેકોર્ડ 338 રન બનાવ્યા બાદ, સોમવારે 20 માર્ચે બંને ટીમો એ જ મેદાન પર ફરી ટકરાયા અને ફરી એકવાર બાંગ્લાદેશી બેટ્સમેનોએ રન લૂંટી લીધા. મુશ્ફિકુર રહીમે તેમાં સૌથી ખતરનાક રમત બતાવી. હંમેશા પોતાની ધીમી બેટિંગના કારણે વારંવાર સવાલોના ઘેરામાં આવતા રહીમે આ વખતે પોતાનો ગુસ્સો આઇરિશ બોલરો પર કાઢ્યો અને મોટો સ્કોર બનાવ્યો હતો.

 

 

સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો

લિટ્ટન દાસ, નજમુલ હોસૈન શંટોની ઝડપી ઈનિંગ્સે મુશ્ફિકુર રહીમ માટે પહેલેથી જ સ્ટેજ સેટ કરી દીધું હતું. ત્યારબાદ 34મી ઓવરમાં મેદાન પર આવેલા રહીમે મોટા સ્કોર સુધી સારી શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, ત્યારબાદ તે છેલ્લી ઓવરોમાં વધુ વિસ્ફોટક બની ગયો હતો. પછીના 27 બોલમાં રહીમે બાકીના 50 રન પૂરા કર્યા અને માત્ર 60 બોલમાં સદી પૂરી કરી હતી. તેમણે ઈનિંગના છેલ્લા બોલ પર એક રન લઈને પોતાની સદી ફટકારી અને બાંગ્લાદેશ માટે સૌથી ઝડપી ODI સદીનો રેકોર્ડ બનાવ્યો.

7 હજાર રન પણ પૂરા કર્યા

મુશ્ફિકુર રહીમે આ સમયગાળા દરમિયાન અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો રેકોર્ડ તોડ્યો હતો. શાકિબે લગભગ સાડા 13 વર્ષ પહેલા ઝિમ્બાબ્વે સામે 63 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. માત્ર સૌથી ઝડપી સદી જ નહીં, મુશ્ફિકુરે આ સમયગાળા દરમિયાન ODIમાં પોતાના 7000 રન પણ પૂરા કર્યા. તમીમ ઈકબાલ અને શાકિબ બાદ આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો બાંગ્લાદેશી બન્યો છે.

 

Published On - 8:00 pm, Mon, 20 March 23