David Warner: દક્ષિણના ફિલ્મી ગીત રાઉડી બેબી માં અભિનેતા ધનુષને બદલે ડેવિડ વોર્નર ! જોઈને હસી પડશો
David Warner in film song

David Warner: દક્ષિણના ફિલ્મી ગીત ‘રાઉડી બેબી’ માં અભિનેતા ધનુષને બદલે ડેવિડ વોર્નર ! જોઈને હસી પડશો

| Edited By: | Updated on: May 21, 2021 | 10:01 AM

David Warner: સાઉથ ઇન્ડીયન સુપર સ્ટાર ધનુષ (Dhanush) ના રુપમમાં પોતાને સોશિયલ મીડિયા પર દર્શાવતી તસ્વીર શેર કરી છે. જેને લઇને ફેન્સે પણ ખૂબ મજા લીધી છે. વોર્નર આમ પણ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટીવ રહે છે.

David Warner: આઇપીએલ સ્થગિત થવા બાદ વિદેશી પ્લેયરો પોતપોતાના સ્વદેશ પરત પહોંચી ચુક્યા છે. જોકે કોરોના ગાઇડલાઇન્સને લઇને હજુ સ્વદેશ પહોંચ્યા બાદ પોતાના ઘરે કેટલાક ખેલાડીઓ પહોંચી શક્યા નથી. ઓસ્ટ્રેલીયા (Australia) ના ખેલાડીઓએ કેટલાક દિવસ માલદિવમાં ગાળ્યા બાદ ઓસ્ટ્રેલીયા પહોંચ્યા હતા.

સિડનીમાં ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. જ્યાં ડેવિડ વોર્નર (David Warner) પણ પોતાના મુડનો અંદાજ સોશિયલ મીડિયા પર ફેન્સને દર્શાવી રહ્યો છે.ડેવિડ વોર્નરે સાઉથ ઇન્ડીયન સુપર સ્ટાર ધનુષ (Dhanush) ના રુપમમાં પોતાને સોશિયલ મીડિયા પર દર્શાવતી તસ્વીર શેર કરી છે.

જેને લઇને ફેન્સે પણ ખૂબ મજા લીધી છે. વોર્નર આમ પણ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટીવ રહે છે. તે સમયે સમયે પોતાના અને પરિવારના વિડીયો અને તસ્વીરોને પણ શેર કરતો રહે છે. વોર્નરને ભારતીય ફિલ્મો પ્રત્યે ખૂબ જ લગાવ છે. તેની શેર કરેલી પોસ્ટ દ્રારા પણ થતો રહે છે.

વોર્નરે સિડની પહોંચ્યા બાદ પોતોના સોશિયલ મિડીયા હેન્ડલ દ્રારા એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે સાઉથના જાણીતા અભિનેતા ધનુષ અને અભિનેત્રી સાંઇ પલ્લવી (Sai Pallavi) ની કોમેડી ફિલ્મ ‘મારી 2’ ના ગીત ‘રાઉડી બેબી’ પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. વિડીયોને એડીટ કરીને વોર્નરે ધનુષના બદલે પોતાનો ફોટો જ લગાવી દીધો છે.

વોર્નરે વિડીયો કેપ્શનમાં લખ્યુ છે કે, પોપ્યુલર ડિમાન્ડ સાથે વાપસી કરી છે. ફેન્સને પણ વોર્નરનો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો છે. એક ફેન્સે તો વોર્નરને કોમેન્ટ પણ કરી દીધી હતી કે, તમે ટોલીવિુડ મૂવીમાં કેમ કોશિષ નથી કરતા. તો વળી ઘણાંખરા લોકો એ લખ્યુ હતુ કે, તમે કેમ સિનેમામાં પોતાનુ નસીબ નથી અજમાવતા અને ભારતીય નાગરીકતા માટે એપ્લાય કરી દો.