Cricket: IPL દરમ્યાન આ અભિનેત્રી સાથે ધોનીના અફેરની થઈ હતી ચર્ચા, અવાર નવાર મળવા પણ જતો!

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે. તે હાલમાં માત્ર IPL ટુર્નામેન્ટમાં જ હિસ્સો લઈ રહ્યો છે. ધોનીએ રમતના મેદાન પર ખૂબ સફળતાઓ હાંસલ કરી છે અને છવાયેલો પણ રહ્યો છે.

Cricket: IPL દરમ્યાન આ અભિનેત્રી સાથે ધોનીના અફેરની થઈ હતી ચર્ચા, અવાર નવાર મળવા પણ જતો!
MS-Dhoni-Raai-Laxmi
| Edited By: | Updated on: May 17, 2021 | 4:34 PM

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે. તે હાલમાં માત્ર IPL ટુર્નામેન્ટમાં જ હિસ્સો લઈ રહ્યો છે. ધોનીએ રમતના મેદાન પર ખૂબ સફળતાઓ હાંસલ કરી છે અને છવાયેલો પણ રહ્યો છે.

 

 

જોકે એમએસ ધોનીને લઈને મેદાન બહારની ચર્ચાઓ ખૂબ ઓછી થતી રહેતી હોય છે. ધોનીના લગ્ન પહેલા કોની કોની સાથે અફેર રહ્યા હતા એ આપ જાણો છો ? આપનુ માનવુ દિપીકા પદુકોણ (Deepika Padukone)ના નામને લઈને પણ હોઈ શકે છે.

 

 

2007ના ટી20 વિશ્વકપ બાદ બંનેના રિલેશનશીપને લઈને સમાચારો વહેતા થયા હતા. જોકે બંને તરફથી ક્યારેય આ અંગે કોઈ જ પુષ્ટી કરવામાં આવી નહોતી. જોકે ધોનીનો સાઉથની ફિલ્મોની એક અભિનેત્રી સાથે પણ સંબંધ રહ્યો હતો. જે અંગે ધોનીએ તો કંઈ જ કહ્યુ નહોતુ, પરંતુ તે અભિનેત્રીએ ખુદે જ તે વાત બતાવી હતી.

 

 

જે સાઉથની અભિનેત્રીનું નામ છે રાય લક્ષ્મી (Raai Laxmi). તે બોલીવુડમાં જૂલી-2 અને અકીરા જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. આ ઉપરાંત સાઉથની 50થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. રાય લક્ષ્મી ફિલ્મોમાં બિન્દાસ્ત અને ગ્લેમરસ રોલ્સ માટે જાણીતી છે. ધોની સાથે તેના રીલેશન 2008ની આસપાસ રહ્યાના સમાચાર છે.

 

 

તે ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચુકી હતી. આ દરમ્યાન તે ધોનીને મળી હતી. ધોની ચેન્નાઈનો કેપ્ટન હતો. બંને એક બીજાની નજીક આવ્યા હતા. આ દરમ્યાન લક્ષ્મીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, તે ધોની સાથે લગ્ન કરી લેશે જો તે તેને પ્રપોઝ કરે તો.

એક વર્ષમાં જ જુદા પડ્યા હતા ધોની અને લક્ષ્મી

એ દરમ્યાન એવી પણ વાત સામે આવી હતી કે, એક વાર ધોની બેંગ્લોર જવાનું કહીને રાય લક્ષ્મીને મળવા ચેન્નાઈ પહોંચી ગયો હતો. મીડિયા રિપોર્ટસનુસાર ધોનીના એક નજીકના ક્રિકેટરે આ અંગે કહ્યુ હતુ કે, ધોની 45 દિવસમાં ચાર વાર ચેન્નાઈ ગયો હતો.

 

તે દરેક વખતે રાયને મળવા ગયો હતો. જોકે ત્યારબાદ વાત બની નહીં અને એક જ વર્ષમાં બંને છુટા પડી ગયા હતા. તેના થોડાક સમય બાદ ધોનીએ બાળપણની મિત્ર સાક્ષી સાથે લગ્ન કરી લીધા હતા તો લક્ષ્મીના પણ ત્રણ ચાર અફેર રહ્યા હતા.

શ્રીસંત સાથે પણ લક્ષ્મીનું નામ જોડાયુ હતુ

લક્ષ્મી રાયે એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, હું એમ માનવા લાગી છુ કે, ધોનીની સાથેનો મારો સંબંધ એક એવો દાગ અથવા નિશાન છે કે જે લાંબો સમય હટશે નહીં. હું હેરાન છુ કે, લોકો પાસે હજુ પણ વાત કરવા માટેની ઉર્જા છે. ધોનીના ભૂતકાળને યાદ કરાય એટલે અમારા સંબંધોને યાદ કરવામાં આવે છે.

 

 

ધોની બાદ મારા ત્રણ ચાર રિલેશન રહ્યા હતા, જોકે તેની પર કોઈએ ધ્યાન નથી આપ્યુ. હું તેને (ધોની) સારી રીતે જાણુ છુ. જોકે ખ્યાલ નહીં હું તેને રિલેશનશીપ કહુ કે નહીં, કેમ કે વાત બની નહોતી. અમે એક બીજાનુ સન્માન કરીએ છીએ. તે આગળ વધ્યો અને લગ્ન કરી લીધા. કહાની ખતમ.

 

રાય લક્ષ્મીનુ નામ શ્રીસંત સાથે પણ જોડાયુ હતુ. જ્યારે ધોનીની બાયોપિક આવી હતી, તેમાં રાય લક્ષ્મી અંગે કોઈ જ ઉલ્લેખ નહોતો. જોકે તેમાં પ્રિયંકા ઝા નામની એક યુવતી અંગે બતાવવામાં આવ્યુ હતુ, જેનાથી ધોનીને નિકટતા હતી.

 

આ પણ વાંચો: Cricket: રવિન્દ્ર જાડેજાને તો બેટથી તલવાર બાજી કરતા ખૂબ જોયો, હવે તેની નકલ કરતા ધોનીને પણ જોઇ લ્યો