
ભારતીય ટીમના ખેલાડીઓ કોરોના વેક્સિન (Corona Vaccine) લઈ રહ્યા છે. ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ પણ કોરોના વેક્સિન લગાવી હતી. તેણે આ અંગેની જાણકારી સોશિયલ મીડિયામાં તસ્વીર પોસ્ટ કરીને તે અંગે જાણકારી આપી હતી. આ સાથે વિરાટ કોહલીએ અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.
કોહલીએ તસ્વીર શેર કરતા લખ્યું હતુ કે આપ સૌ લોકો પણ જલ્દીથી કોરોના વેક્સિન મેળવી લેશો. સુરક્ષિત રહો. ટીમ ઈન્ડીયાના કેપ્ટન અગાઉ અજીંક્ય રહાણે, શિખર ધવન અને ઉમેશ યાદવ પણ કોરોના વેક્સિન લઈ ચુક્યા છે. ભારતીય ખેલાડીઓ હાલમાં આઈપીએલ સસ્પેન્ડ થયા બાદ પોત પોતાના ઘરે જ છે. ખેલાડીઓને પ્રથમ વેક્સિન ડોઝ ભારતમાં મળ્યા બાદ બીજો ડોઝ ઈંગ્લેંડમાં જ આપવામાં આવશે.
તો વળી ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ માર્ચ માસમાં જ અમદાવાદમાં મેળવ્યો હતો. ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી શ્રેણી દરમ્યાન તેમણે વેક્સિન મેળવી હતી. 45 વર્ષથી વધુ વય ધરાવતા નાગરીકોને રસી આપવાની શ્રેણીમાં સમાવેશને લઈને તેઓએ વેક્સિન મેળવી હતી.
આ પણ વાંચો: IPL 2021: બાકી રહેલી મેચોને રમાડવાને લઇને અધ્યક્ષ સૌરવ ગાંગુલી એ આયોજન કરવાને લઇ આપ્યુ અપડેટ