CWG 2022: જકાર્તામાં જય-જય કર્યો, હવે બર્મિંગહામમાં બમ-બમ બોલશે હિંદુસ્તાન! 20 વર્ષીય ખેલાડીનું ‘લક્ષ્ય’

|

Jul 21, 2022 | 6:44 PM

ભારતીય બેડમિન્ટનના કેટલાક નામોમાંનું એક નામ 20 વર્ષીય સ્ટાર લક્ષ્ય સેનનું (Lakshya Sen) પણ છે, જેનો ઈરાદો બર્મિંગહામમાં ભારતનું નામ રોશન કરવાનો છે. જેમ આ વર્ષે મે મહિનામાં જકાર્તામાં કર્યું હતું.

CWG 2022: જકાર્તામાં જય-જય કર્યો, હવે બર્મિંગહામમાં બમ-બમ બોલશે હિંદુસ્તાન! 20 વર્ષીય ખેલાડીનું લક્ષ્ય
Lakshya-Sen-badminton

Follow us on

બેડમિન્ટન અને ભારતનું ટશન બંને હવે એકબીજાના સમાનાર્થી તરીકે જોવામાં આવે છે અને આનું કારણ એ ખેલાડીઓ, જેમણે ત્રિરંગા માટે આ ખેલમાં પોતાની ગજબ છાપ છોડી છે. ભારતની છાતી પહોળી કરી છે. હિંદુસ્તાનના લોકોને ગર્વ કરવાની તક આપવામાં આવી છે. ભારતીય બેડમિન્ટનના કેટલાક નામોમાં એક 20 વર્ષના સ્ટાર લક્ષ્ય સેનનું નામ પણ છે, જે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) હિંદુસ્તાનનું નામ રોશન કરવાનો છે. જેમ આ વર્ષે મે મહિનામાં જકાર્તામાં થયું હતું. જેમ 4 મહિના પહેલા બર્મિંગહામમાં કર્યું હતું. યાદ કરો જકાર્તામાં રમાયેલ થોમસ કપની તે ઐતિહાસિક જીત. બર્મિંગહામની તે ક્ષણ જ્યારે 20 વર્ષ પછી એક ભારતીય પુરુષ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઈનલ રમી રહ્યો હતો. આ દર્શાવે છે કે લક્ષ્ય સેનનું (Lakshya Sen) જેવું નામ છે, તેમ તેમના કામ પ્રત્યે એટલું જ ધ્યાન છે.

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની આશાઓ વિશે તેણે પીટીઆઈ સાથે વાતચીત કરતા કહ્યું “અહીં મારી બેસ્ટ યાદો જોડાયેલી છે. મને અહીંની કન્ડીશન ગમે છે. મને મારી જાત પર પાક્કો વિશ્વાસ છે કે હું આ વખતે પણ વધુ સારું કરીશ. આ એક મોટી ટૂર્નામેન્ટ છે, તેથી તેમાં મેડલ જીતવા માટે હું વધુ મહેનત કરીશ.” આનાથી ભારતના લક્ષ્યનો ઈરાદો અટક્યો નથી, તેણે વધુમાં કહ્યું “ટોપના 3-4 ખેલાડીઓ છે, તે બધાની પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક છે. હું અત્યારે મેડલના રંગ વિશે વિચારી રહ્યો નથી. મારું ફોક્સ માત્ર એક પછી એક મેચ જીતવા પર રહેશે.

આ પણ વાંચો

જકાર્તામાં કરાવી હતી ભારતની જય-જય!

ઈન્ડોનેશિયાના જકાર્તામાં ભારતે થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. છેલ્લા 73 વર્ષમાં જે બન્યું ન હતું તે થઈ ગયું. તે સમયે પણ કોઈને વિશ્વાસ ન હતો. પરંતુ, હિંદુસ્તાનની તે ઐતિહાસિક જીત શક્ય બની હતી કારણ કે વિરોધીઓને હરાવવાનો પહેલી રણનીતિ લક્ષ્ય સેને ખૂબ જ સારી રીતે ભજવી હતી. તે સ્પર્ધામાં પહેલી મેચ લક્ષ્ય સેનની હતી, જે તેણે એકતરફી રીતે જીતી હતી.

હવે બર્મિંગહામમાં બમ-બમ બોલશે હિંદુસ્તાન!

લક્ષ્ય સેન પણ આ જ મૂડ સાથે બર્મિંગહામમાં ઉતરવાના મૂડમાં છે. 20 વર્ષીય શટલરે કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સ એક પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ છે અને હું તેમાં સારો દેખાવ કરવાનો અને દેશ માટે ગોલ્ડ જીતવાની કોશિશ કરીશ.

Next Article