Commonwealth Games 2022 : બર્મિંગહામમાં ઓપનિંગ સેરેમની પહેલા શાનથી લહેરાયો ત્રિરંગો

|

Jul 28, 2022 | 3:59 PM

ભારતે આ વખતે કોમનવેલ્થ ગેમ માટે 200થી વધુ એથલિટોની ટીમ બર્મિગહામ મોકલી છે. જે 15 રમતમાં ભારત માટે મેડલ જીતવાની દાવેદારી રજુ કરશે.

Commonwealth Games 2022 : બર્મિંગહામમાં ઓપનિંગ સેરેમની પહેલા શાનથી  લહેરાયો ત્રિરંગો
Commonwealth Games 2022 : બર્મિંગહામમાં ઓપનિંગ સેરેમની પહેલા શાનથી લહેરાયો ત્રિરંગો
Image Credit source: ANI

Follow us on

Commonwealth Games 2022 : બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022  (Commonwealth Games 2022)ગુરુવાર 28 જુલાઈના રોજ રંગારંગ ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂ થશે. દર ચાર વર્ષે યોજાતી આ રમતોમાં ભારત પણ ભાગ લે છે. આ વખતે ભારતમાંથી પણ ઘણા ખેલાડીઓ ગેમ્સમાં ભાગ લેવા બર્મિંગહામ પહોંચ્યા છે. રમતોની શરૂઆત પહેલા, બર્મિંગહામ (Birmingham)સ્પોર્ટ્સ વિલેજમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનું ગૌરવ અને તેની ઓળખ એવા રાષ્ટ્ર ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક જાણીતા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો.

કોમનવેલ્થ ગેમમાં ભારતના 200થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

ઓપનિંગ સેરમનીના એક દિવસ પહેલા અટલે કે, બુધવાર 27 જુલાઈના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંધના કાર્યવાહક અધ્યક્ષ અનિલ ખન્ના સહિત અન્ય પદાધિકારીઓ પણ હાજર હતા. આ તકે ભારતની મહિલા અને પુરુષ હોકી ટીમના સભ્યો સિવાય અન્ય ખેલાડીઓ હાજર રહ્યા હતા. ભારતે આ વખતે કોમનવેલ્થ ગેમમાં 200થી વધુ ખેલાડીઓને બર્મિગહામમાં મોકલવામાં આવ્યા છે. આ ખેલાડીઓ 15 રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે અને ગત્ત કોમનવેલ્થ ગેમ કરતા સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરશે. ભારતે ગોલ્ડ કોસ્ટ 2018 રમતમાં 66 મેડલ જીતી ત્રીજું સ્થાન મેળવ્યું હતુ.

રમતની શરુઆત ઓપનિંગ સેરમની સાથે થશે

આ વખતે પણ મેડલ ટેબલમાં ટોર્ચ પર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો કબ્જો કરવાની સંભાવના છે. જ્યારે ભારતીય ટીમ પોતાના ત્રીજા સ્થાન પરથી પહેલા સ્થાન પર પહોંચવાની કોશિષ કરશે.રમતની શરુઆત ગુરુવારના રોજ ઓપનિંગ સેરમની સાથે થશે. આ વખતે ભારતના ધ્વજવાહકની જવાબદારી ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને મળી હતી પરંતુ ગેમના 2 દિવસ પહેલા તે ઈજાના કારણે તે બહાર થયો હતો નીરજ ચોપરાની ગેરહાજરીમાં આ જવાબદારી 2 વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને આપવામાં આવી છે.

Next Article