CWG 2022: ગોલ્ડ જીત્યા બાદ અચિંતા શિઉલીએ કહ્યું આ મેડલ ભાઈનો છે, કારણ જાણીને આંખો ભીની થઈ જશે

|

Aug 05, 2022 | 3:59 PM

અચિંતા શેઉલીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો હતો. આ 20 વર્ષીય વેઈટલિફ્ટરે પુરુષોની 73 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

CWG 2022: ગોલ્ડ જીત્યા બાદ અચિંતા શિઉલીએ કહ્યું આ મેડલ ભાઈનો છે, કારણ જાણીને આંખો ભીની થઈ જશે
ગોલ્ડ જીત્યા બાદ અચિંતા શિઉલીએ કહ્યું આ મેડલ ભાઈનો છે
Image Credit source: Twitter

Follow us on

CWG 2022: અચિંતા શેઉલી (Achinta Sheuli )એ રવિવારે મોડી રાત્રે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ 20 વર્ષના યુવા વેઈટલિફ્ટરની આ પહેલી ગેમ છે. તેણે પુરૂષોની 73 કિગ્રા વજન વર્ગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે 313 (143+170 KG) કિલો વજન ઉપાડ્યું. આ ગેમ્સમાં ભારતનો એકંદરે છઠ્ઠો મેડલ છે. તેમાં 2 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ (Bronze medal)પણ સામેલ છે. અત્યાર સુધીમાં મળેલા તમામ 6 મેડલ વેઈટલિફ્ટિંગ (Weightlifting)માંથી આવ્યા છે. આ ખેલાડીઓના શાનદાર પ્રદર્શન પરથી સમજી શકાય છે. આ પહેલા મહિલા વર્ગમાં મીરાબાઈ ચાનુ અને 19 વર્ષના જેરેમી લાલરિનુંગાએ પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીત્યો

ગોલ્ડ જીત્યા બાદ અચિંતા શેઉલીએ કહ્યું કે મારો આ મેડલ મારા ભાઈને સમર્પિત છે. આ સિવાય તેણે પોતાના કોચની પણ પ્રશંસા કરી હતી. તેનું કારણ ખાસ છે. અંચિતના પિતા મજૂરી કરી ઘર ચલાવતા હતા. 2013માં તેમનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં પરિવારના માથે ઘર ચલાવવાનો પડકાર હતો. આ પછી તેના ભાઈ આલોકે ઘર ચલાવવા માટે વેઈટ લિફ્ટિંગ છોડી દીધું અને અચિંતાને સપોર્ટ કર્યો. આજે આ 20 વર્ષીય ખેલાડીએ બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના પરિવારને ખુશ કર્યા છે.

પોતાના પ્રદર્શનથી ખુશ નથી

અંચિતાએ કહ્યું કે, તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શક્યો નથી. આ કારણે તે ગોલ્ડ જીત્યા પછી પણ ખુશ નથી. તેણે કહ્યું કે, તે આગામી ઈવેન્ટમાં આ ખામીને દૂર કરવા ઈચ્છશે. હાલમાં જ તેણે કહ્યું હતું કે આજકાલ દરેક વ્યક્તિ ફોન પર વધુ ધ્યાન આપે છે. તમારે જીવનમાં એક ધ્યેય બનાવવાની જરૂર છે. હું આગળ વધવા માંગતો હતો કારણ કે મારા કુટુંબની પરિસ્થિતિ બહુ સારી નહોતી. હું જાણતો હતો કે મારી સામે ઘણા પડકારો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

2013માં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો

અચિંતે 2013થી નેશનલ ઈવેન્ટની શરૂઆત કરી હતી. તેણે ગુવાહાટીમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રવેશ કર્યો અને ચોથું સ્થાન મેળવ્યું. જે બાદ ધીમે-ધીમે તેનું પ્રદર્શન વધાર્યું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2018નો ગોલ્ડ મેડલ જીત્યો. પછી 2019 માં, તેણે કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર અને સિનિયર બંને કેટેગરીમાં મેડલ જીત્યો. તેણે 2021માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની 73 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતવા માટે 6 રાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ રેકોર્ડ તોડ્યા. આ પછી તેણે કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો.

Published On - 12:11 pm, Mon, 1 August 22

Next Article