CWG 2022: ભારતની આશાઓને મોટો ફટકો, દોડવીર ધનલક્ષ્મીનો ડોપ ટેસ્ટ આવ્યો પોઝિટિવ

|

Jul 21, 2022 | 7:43 PM

CWG 2022 : ધનલક્ષ્મી રિલે રેસમાં ભારત માટે મેડલની આશા હતી. પરંતુ કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય તે પહેલા જ ધનલક્ષ્મી ડોપ ટેસ્ટમાં ફસાઈ ગઈ છે.

CWG 2022: ભારતની આશાઓને મોટો ફટકો, દોડવીર ધનલક્ષ્મીનો ડોપ ટેસ્ટ આવ્યો પોઝિટિવ
Sprinter Dhanalakshmi (File Photo)

Follow us on

બર્મિંગહામમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commenwealth Games 2022) ની શરૂઆત પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર દોડવીર ધનલક્ષ્મી (Dhanlaxmi) નો ડોપ ટેસ્ટ (Dop Test) પોઝિટિવ આવ્યો છે. આ કારણે ભારતીય એથ્લેટિક ટીમ 4×100 મીટર રિલેમાં મેડલ જીતે તેવી શક્યતાઓ અત્યંત ઓછી થઈ ગઈ છે. ધનલક્ષ્મીએ ગયા વર્ષે 100 મીટરની દોડમાં દુતી ચંદ (Duty Chand) ને હરાવીને ધૂમ મચાવી હતી. આ સિવાય ધનલક્ષ્મીએ ગયા મહિને 200 મીટરમાં હિમા દાસ (Heema Das) ને પણ હરાવી છે.

રીપોર્ટ પ્રમાણે ધનલક્ષ્મીના સેમ્પલમાં સ્ટેરોઇડ મળી આવ્યું

બહાર આવેલી માહિતી પ્રમાણે AIU દ્વારા ડોપ ટેસ્ટ માટે ધનલક્ષ્મીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ધનલક્ષ્ણીના સેમ્પલમાં સ્ટેરોઈડ મળી આવ્યા છે. આ કારણે ધનલક્ષ્મી પર હાલ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. આ સિવાય ધનલક્ષ્મી પર યુગેનમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

 

 

આ કેટેગરીમાં પણ ભાગ લેવાની હતી

ધનલક્ષ્મીએ ગયા વર્ષે ભારત માટે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic 2020) માં પણ ભાગ લીધો હતો. 400 મીટર રિલે રેસમાં ધનલક્ષ્મી હિમા દાસ અને દુતી ચંદની સાથે ટીમમાં સામેલ હતી. ધનલક્ષ્મી ભારત તરફથી કોમનવેલ્થ ગેમ્સ (Commenwealth Games 2022) માં 100 મીટરની કેટેગરીમાં રિલે રેસ ઉપરાંત ભાગ લેવા જઈ રહી હતી.

ડોપ ટેસ્ટના રિપોર્ટ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપના આયોજકોએ લિસ્ટમાંથી તેનું નામ હટાવી દીધું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધનલક્ષ્મી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે અમેરિકા જવા રવાના થઈ નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચેમ્પિયનશિપના આયોજકોએ ધનલક્ષ્મીનું નામ હટાવી દીધું છે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવવાના કારણે ધનલક્ષ્મીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

Published On - 11:47 am, Wed, 20 July 22

Next Article