AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : FIFA વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ફ્રાન્સની હાર બાદ અંધાધૂંધી, પેરિસમાં થયા તોફાન

 ફ્રેન્ચ ટીમ FIFA વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે. ફિફા ફૂટબોલ વિશ્વ કપની સેમિ ફાઈનલમાં સ્પેન સામે 2-0થી હાર્યા બાદ, ફ્રાન્સની રાજધાની પેરિસમાં તોફાનો ફાટી નીકળ્યા છે.

FIFA World Cup 2026 : FIFA વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ફ્રાન્સની હાર બાદ અંધાધૂંધી, પેરિસમાં થયા તોફાન
| Updated on: Jul 15, 2026 | 6:44 PM
Share

FIFA World Cup Semi-Final, France vs Spain: ફ્રાન્સનું 2026 FIFA વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધૂરું રહ્યું છે. મંગળવારે ટેક્સાસના AT&T સ્ટેડિયમ ખાતે સ્પેન સામે યોજાયેલી સેમિફાઇનલમાં ફ્રાન્સને સ્પેન સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ ફ્રાન્સ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ફ્રાન્સની કારમી હાર બાદ, રાજધાની પેરિસમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. પેરિસમાં થયેલા તોફાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા.

સ્પેન બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે મિકેલ ઓયાર્ઝાબાલ અને પેડ્રો પોરોનાએ ફટકારેલા ગોલના કારણે સ્પેન ફ્રાન્સને 2-0થી હરાવીને બીજી વખત FIFA વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું છે. મિકલ ઓયાર્ઝાબાલે મેચની 22મી મિનિટે પેનલ્ટીથી ગોલ ફટકાર્યો હતો. જ્યારે પેડ્રો પોરોનાએ, મેચની 58મી મિનિટે બીજો ગોલ કરીને સ્પેનની લીડ બમણી કરી હતી.

ફ્રાન્સને તેના કેપ્ટન કાયલિયન એમબાપ્પે પાસેથી જાદુઈ પ્રદર્શનની આશા હતી, પરંતુ તે મેચ પર ખાસ અસર કરી શક્યો નહીં. એમબાપ્પે સામે સ્પેનની રણનીતિ ખૂબ જ અસરકારક રહી હતી. ફ્રેન્ચ સ્ટ્રાઈકરને ગોલ કરવાની કોઈ તક મળી નહીં. ફ્રેન્ચ ટીમ સતત ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગઈ છે.

ફ્રાન્સની રાજધાનીમાં અરાજકતા

ફ્રેન્ચ ફૂટબોલ ચાહકો સ્પેન સામે ફિફા વર્લ્ડકપમાં હાર સ્વીકારવા માટે માનસીક રીતે તૈયાર નહોતા. આર્લિંગ્ટનના મેદાનમાં મેચ પૂર્ણ થયાની અંતિમ સીટી રેફરીએ વાગાડતાની સાથે જ પેરિસના રસ્તાઓ પર તોફાનો ફાટી નીકળ્યા. ઘણા વિસ્તારોમાં આગજનીની ઘટનાઓ નોંધાઈ હતી અને અરાજકતાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ફ્રાન્સના કેપ્ટન કાયલિયન એમબાપ્પેએ હારની જવાબદારી લીધી અને પોતાના દેશબંધુઓની માફી માંગી.

ફ્રાન્સ માટે આગળ શું છે?

સ્પેન સામે હાર્યા બાદ ફ્રેન્ચ ટીમ, આગામી 18 જુલાઈએ ત્રીજા સ્થાન માટે મેદાનમાં ઉતરશે. ગુરુવારની રાત્રે આર્જેન્ટિના અને ઈગ્લેન્ડ વચ્ચેની મેચમાં જે ટીમ હારશે તે ફ્રાન્સ સામે ત્રીજા અને ચોથા નંબર માટે ટકરાશે. જે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી છે. ફ્રાન્સ ત્રીજા સ્થાને રહીને પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે ફ્રાન્સે, 1998 અને 2018 માં બે વાર ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

France vs Spain, FIFA World Cup 2026: 40 વર્ષ પછી આવુ બન્યું, સ્પેન ફ્રાન્સને હરાવી ફાઇનલમાં પહોંચ્યું

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">