World Cup Breaking News : શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પાકિસ્તાન સામે રમવા અંગે સસ્પેન્સ યથાવત

શુભમન ગિલના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ઓપનરને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પહેલા ગિલને પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે બીસીસીઆઈના સૂત્રોએ માહિતી આપી છે કે તે રજા આપ્યા બાદ હોટલ પરત ફર્યો છે.

World Cup Breaking News : શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પાકિસ્તાન સામે રમવા અંગે સસ્પેન્સ યથાવત
| Edited By: | Updated on: Oct 10, 2023 | 12:31 PM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની શરૂઆત પહેલા જ શુભમન ગિલ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયા (Team India) થી દૂર છે. તેને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ શુભમન ગિલ (Shubman Gill) ને રજા આપવામાં આવી છે

અફઘાનિસ્તાન સામે નહીં રમે શુભમન ગિલ

અત્યારે પણ તેને હોસ્પિટલમાં દાલ કર્યા બાદ રજા આપવામાં આવી છે પરંતુ તે 14મી ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમે તેવી શક્યતા ઓછી છે. પરંતુ અફઘાનિસ્તાન સામે તે નહીં રમે તે નક્કી છે. તે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ પણ રમ્યો નહોતો.

શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલને પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેને થોડા કલાકોમાં જ રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ થયા બાદ તે હોટલ પરત ફર્યો છે અને તેની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે.

શુભમન ગિલ પાકિસ્તાન સામેનો મુકાબલો ગુમાવશે ?

શુભમન ગિલની તબિયતમાં ભલે સુધારો જોવા મળ્યો હોય છતાં તેના ટીમ સાથે જલ્દી જોવા અંગેના કોઈ અણસાર લાગી રહ્યા નથી. અફઘાનિસ્તાન બાદ પાકિસ્તાન સામેના મુકાબલામાં તેના રમવા અંગે સસ્પેન્સ યથાવત છે. કારણ કે હાલની સ્થિતિને જોતા એવું લાગતું નથી કે ગિલ ત્યાં સુધીમાં ફિટ થઈ જશે.

આ પણ વાંચો : Pakistan : આ દિગ્ગજ ક્રિકેટરને પાકિસ્તાની ટીમના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા, જાણો શું છે મામલો?

ટીમ ઈન્ડિયા દિલ્હીમાં, શુભમન ગિલ ચેન્નાઈમાં

ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં પ્રથમ મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચ માટે દિલ્હી આવી હતી. પરંતુ, બગડતી તબિયતને કારણે ગિલને BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં ચેન્નાઈમાં રહેવું પડ્યું છે. એવી અપેક્ષા હતી કે તે પાકિસ્તાન સામેની મેચમાં રમતા જોવા મળશે. પરંતુ લેટેસ્ટ માહિતી અનુસાર અમદાવાદમાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં તેના રમવા પર તલવાર લટકી રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:11 pm, Tue, 10 October 23