Breaking News : World Cup 2023 : ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી, આ ખેલાડીની જગ્યાએ રમશે વર્લ્ડ કપ

|

Sep 28, 2023 | 8:34 PM

BCCIએ વર્લ્ડ કપ માટે ફાઈનલ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. પહેલા જાહેર કરેલ ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિનની વર્લ્ડ કપમાં એન્ટ્રી થઈ ગઈ છે. 28 સપ્ટેમ્બર વિશ્વ કપ ટીમમાં ફેરફારની છેલ્લી તારીખ હતી અને BCCIએ ગુરુવારે ટીમમાં એક ફેરફાર સાથે ટીમની જાહેરાત કરી હતી, જે અંગે ICCએ ટ્વિટ કરી જાણકારી આપી હતી.

Breaking News : World Cup 2023 : ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી, આ ખેલાડીની જગ્યાએ રમશે વર્લ્ડ કપ

Follow us on

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ને ટીમમાં સામેલ કર્યો છે. અક્ષર પટેલ એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જે બાદ એવી આશંકા હતી કે તે વર્લ્ડ કપની ટીમમાંથી તે બહાર થઈ જશે. છેવટે, અક્ષર સંપૂર્ણ રીતે સાજો થઈ શક્યો ન હતો અને ટીમમાં ફેરફારની છેલ્લી તારીખે પસંદગી સમિતિએ અશ્વિનને ટીમ ઈન્ડિયા (Team India) માં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. અશ્વિન 2015 બાદ ફરી ODI વર્લ્ડ કપનો ભાગ બનશે.

ઓસ્ટ્રેલિયા સામે અશ્વિનનું જોરદાર પ્રદર્શન

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમી હતી. અશ્વિનને આ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. અશ્વિને આ સિરીઝમાં જોરદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. ખાસ કરીને ઈન્દોરની સપાટ પિચ પર અનુભવી ઓફ સ્પિનરે 3 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને મોટી જીત અપાવી હતી. ત્યારથી અશ્વિન ટીમ સાથે જોડાશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

રોહિત અશ્વિન સાથે સતત સંપર્કમાં હતો

BCCIએ 5 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સિવાય અક્ષરને આ ટીમમાં ત્રીજા સ્પિનર ​​તરીકે સ્થાન મળ્યું છે. જોકે, એશિયા કપમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન અક્ષરને જાંઘમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ફાઈનલમાં રમી શક્યો ન હતો. તેમની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને બોલાવવામાં આવ્યો હતો. જોકે, ફાઈનલ બાદ કેપ્ટન રોહિતે કહ્યું હતું કે સુંદર સિવાય અશ્વિન પણ આ જગ્યાનો દાવેદાર છે અને તે ટૂર્નામેન્ટ દરમિયાન અશ્વિન સાથે સતત ફોન પર વાત કરતો હતો.

આ પણ વાંચો : Ahmedabad: વર્લ્ડ કપ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, પહેલી મેચ 5 ઓક્ટોબરે રમાશે, જુઓ Video

ગુવાહાટીમાં અશ્વિન ટીમ સાથે જોવા મળ્યો

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની પ્રથમ અને બીજી મેચમાં સુંદરને બદલે માત્ર અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. બંને મેચમાં અશ્વિને ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને 4 વિકેટ લીધી હતી. આ પછી નક્કી કરવામાં આવ્યું હતું કે જો અક્ષર સંપૂર્ણપણે ફિટ નહીં થાય તો માત્ર અશ્વિનને જ સામેલ કરવામાં આવશે. ગુરુવારે સાંજે જ્યારે ટીમ ઈન્ડિયા તેની પ્રેક્ટિસ મેચ માટે ગુવાહાટી પહોંચી ત્યારે અક્ષરને બદલે અશ્વિન ટીમ સાથે જોવા મળ્યો અને આનાથી તમામ અટકળોનો અંત આવ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:01 pm, Thu, 28 September 23

Next Article