રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજોએ આરોપો લગાવ્યા છે. જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજોએ પણ પ્રદર્શન કર્યું હતું. ત્રણ મહિના બાદ ફરીથી આ ભારતીય ખેલાડીઓને જંતર-મંતર પર વિરોધ કરવાની ફરજ પડી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતા દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસ પહોંચ્યા હતા પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને શુક્રવાર સુધીમાં જવાબ આપવા કહ્યું છે. શુક્રવારે જવાબ મળ્યા બાદ કોર્ટ ફરી સુનાવણી કરશે.સુપ્રીમ કોર્ટે મહિલા રેસલર્સની ફરિયાદને સીલબંધ કવરમાં રાખવાનો આદેશ આપ્યો હતો. CJI ચંદ્રચુડે કહ્યું કે અરજદાર મહિલા ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. આ બહુ ગંભીર બાબત છે. CJIએ કહ્યું છે કે 156/03 હેઠળ પણ તમે FIRની માંગ કરી શકો છો. સિબ્બલે કહ્યું કે ,આ મામલો ઘણો ગંભીર છે. અમે ઘણી વખત પ્રયાસ કર્યો છે. સિબ્બલે કહ્યું કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવાનું જાણી જોઈને ટાળી રહી છે. CJIએ પૂછ્યું, તમારે અરજીકર્તાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી.
આ પણ વાંચો : Wrestlers Protest: રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર પ્રતિબંધ, કુસ્તીબાજો સુપ્રીમ કોર્ટમાં જશે
Supreme Court issues notice to Delhi Police pertaining to the plea filed by seven wrestlers seeking registration of FIR against Wrestling Federation of India (WFI) president & BJP MP Brij Bhushan Singh; matter to be heard on Friday. https://t.co/K60l3WzH08
— ANI (@ANI) April 25, 2023
બ્રિજ ભૂષણ શરણ સિંહ પર દેશના દિગ્ગજ કુસ્તી ખેલાડીઓએ મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના માટે રમત મંત્રાલયે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહ પર લાગેલા જાતીય આરોપોને લઈને જંતર-મંતર પર કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. ટીવી 9 સાથેની વાતચીતમાં સંગીતા ફોગાટે કહ્યું કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠીશું નહીં.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:02 am, Tue, 25 April 23