AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતના સંગ્રામ સિંહે પાકિસ્તાનના બોકસરને માત્ર 80 સેકન્ડમાં હરાવ્યો

મલેશિયામાં ભારતીય ફાઈટર સંગ્રામ સિંહે પાકિસ્તાનના ખેલાડી મોહમ્મદ આબિદ અલીને માત્ર 80 સેકન્ડમાં હરાવ્યો હતો. આ ઐતિહાસિક જીતની સાથે સંગ્રામ સિંહ મલેશિયામાં પહેલો ભારતીય એશિયન ચેમ્પિયન બન્યો છે.

Breaking News : ભારતના સંગ્રામ સિંહે પાકિસ્તાનના બોકસરને માત્ર 80 સેકન્ડમાં હરાવ્યો
| Updated on: Jul 20, 2026 | 10:49 AM
Share

રેસલિંગ એમએમએમાં સંગ્રામ સિંહ ચમક્યો હતો. સંગ્રામ સિંહે પાકિસ્તાની ફાઈટર મોહમ્મદ આબિદ અલીને 40 સેકન્ડમાં હરાવી બધાનું દિલ જીત્યું હતુ. પાકિસ્તાની ફાઈટર પર તેની આ કુલ ચોથી જીત છે. એમએમએના મંચ પર તેમનો અપરાજિત સિલસિલો ચાલુ રહ્યો, અને તે પણ ચેમ્પિયન સ્ટાઈલમાં. તે એશિયન ચેમ્પિયનનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય પણ બન્યો. મલેશિયન ચાહકો જીત માટે ઉત્સાહિત હતા.

એક ઉત્સાહી ચાહક તો લડાઈ પછી રિંગની ખૂબ નજીક પણ આવ્યો અને “ભારત માતા કી જય” ના નારા લગાવવા લાગ્યો. તેણે પોતાની માતૃભાષામાં જાહેરાત કરી કે તે આ પાકિસ્તાનીઓને દરેક જગ્યાએ હરાવી દેશે.

140 કરોડ ભારતીયને સમર્પિત કરી પોતાની જીત

સંગ્રામ સિંહે આ જીતને 140 કરોડ ભારતીયને સમર્પિત કરી છે. મોહમ્મદ બૂટાના નામથી ફેમસ મોહમ્મદ અલીને ફેસ ઓફના દિવસની જેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. પોતાની હાર પર તેમની હતાશા સતત બહાર આવતી રહી. તેમણે કહ્યું કે, તેઓ મલેશિયાના બધા મુસ્લિમોને પ્રેમ કરે છે. તેમના આ નિવેદનની ખૂબ ટીકા પણ થઈ. સંગ્રામ સિંહે કહ્યું કે કોઈપણ લડાઈમાં તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજને ઊંચો કરવાનો છે અને તેઓ ખુશ છે કે તેમને ફરી એકવાર તેને ઊંચો કરવાની તક મળી. આ પહેલા સંગ્રામ સિંહે પાકિસ્તાનના અલી રઝા નાસિર, ટ્યુનિશિયાના હાકિમ તારાબેસી અને ફ્રાન્સના ફ્લોરિયન કુડિયરને હરાવ્યા છે.

ચેમ્પિયન બનવાનું સપનું પૂર્ણ થયું

સંગ્રામની આ જીત પર આખું સ્ટેડિયમ ખુશીથી ઝુમી ઉઠયું હતુ. આ રીતે એશિયા ચેમ્પિયન બનવાનું સપનું પૂર્ણ થયું હતુ.આ સંગ્રામ સિંહની એક મોટી સફળતા પણ છે. આ પહેલા તે પાકિસ્તાનના અલી રઝા નાસિર, ટ્યુનીશિયાના હાકિમ ત્રાબેલસી અને ફ્રાન્સના ફ્લોરિયન કૂડિયરને પણ એમએમએ મેચમાં હરાવી ચૂક્યો છે. હવે મોહમ્મદ આબિદ અલી પર મળેલી જીતની સાથે તેમણે પોતાના શાનદાર ઈન્ટરનેશનલ રેકોર્ડને મજબુત કર્યો છે.

સંગ્રામના કોચ ભૂપેશ કુમારે જણાવ્યું કે, મોહમ્મદ અલીના પંચિગ ખુબ સારા હતા. તેમણે પંચિગથી અટેક કર્યો. જેના પર સંગ્રામ સતત બચતો રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સંગ્રામ સિંહ એશિયન ચેમ્પિયન ટાઈટલ જીતનાર પહેલો ભારતીય પણ બન્યો છે.

Breaking News : બળાત્કાર અને ધમકીના આરોપી ક્રિકેટરની ધરપકડ કરાશે, હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">