Breaking News : IPLમાં મોતથી ખળભળાટ, મુંબઈની હોટલના રૂમમાંથી મળી આવ્યો મૃતદેહ

IPL 2026 વચ્ચે બ્રોડકાસ્ટ એન્જિન્યિરના મૃત્યુથી હડકંપ મચ્યો હતો. આ ઘટના 29 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચ બાદ બની છે. એન્જિનિયરનું 30 માર્ચના વહેલી સવારે મુંબઈની હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે.

Breaking News : IPLમાં મોતથી ખળભળાટ, મુંબઈની હોટલના રૂમમાંથી મળી આવ્યો મૃતદેહ
| Updated on: Mar 31, 2026 | 1:43 PM

IPL 2026ની રોમાંચક મેચ શરુ થઈ ચૂકી છે. આ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગના બોડકાસ્ટર સાથે જોડાયેલા એક બ્રિટિશ નાગરિકનું મૃત્યું થયું છે. તેનો મૃતદેહ મુંબઈમાં તેની હોટલના રુમમાંથી મળી આવતા હડકંપ મચી ગયો છે. હોટલના રુમમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ બ્રિટિશ નાગરિક ઈયાન વિલિયમ્સ લેંગફોર્ડ તરીકે થઈ છે. જે બીસીસીઆઈ માટે બ્રોડકાસ્ટ એન્જિન્યિર તરીકે કામ કરી રહ્યો હતો. ઈયાન વિલિયમ્સ લૈંગફોર્ડ 24 માર્ચથી આઈપીએલને કવર કરવા માટે મુંબઈના હોટલમાં રોકાયા હતા.

હોટલની રુમમાં સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

29 માર્ચના રોજ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ પૂર્ણ થયા બાદ ઈયાન વિલિમ્સ લેંગફોર્ડ પોતાના રુમે પરત ફર્યો હતો. તે મુંબઈની હોટલના નંબર 2715માં રોકાયો હતો. 30 માર્ચના રોજ જ્યારે રિસેપ્શનિસ્ટે તેના રુમમાં ફોન કર્યો તો કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ હોટલ સ્ટાફે તેને રુમ ચેક કરતા મૃતદેહ મળી આવ્યો હતો.

હોટલ સ્ટાફે ઈયાનના રુમનો દરવાજો ખખડાવતા અંદરથી કોઈ રિએક્શ આવ્યું ન હતુ.પરંતુ માસ્ટર ચાવીની મદદથી રુમ ખોલતા બધા ચોંકી ગયા હતા. આઈપીએલ પ્રસારણ સાથે સંકળાયેલા બ્રિટિશ નાગરિક ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડનો મૃતદેહ ફ્લોર પર પડ્યો હતો. હોટલના ડૉક્ટરે આવીને તેમની તપાસ કરી અને તેમને મૃત જાહેર કર્યા.ઈયાન વિલિયમ્સ લેંગફોર્ડના મૃત્યુને લઈ મુંબઈ મરીન ડ્રાઈવ પોલિસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધ્યો હતો. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, હોટલના રુમમાં તેની સાથે શું થયું.

મુંબઈ ઈન્ડિયન્સે KKR ને હરાવ્યું

વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી. KKRએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 219 રન બનાવ્યા. જવાબમાં મુંબઈએ પાંચ બોલ બાકી રહેતા 220 રનના લક્ષ્યનો પૂર્ણ કર્યો હતો.હાલમાં IPL 2026 ની મેચો ચાલી રહી છે. આ દરમિયાન, એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

 

Published On - 1:28 pm, Tue, 31 March 26

Follow Us