FIFA World Cup 2026: પિતા ભારત માટે રમી શક્યા નહીં, હવે દીકરો ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચશે

FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડકપ 2026 માટે કતરની નેશનલ ફુટબોલ ટીમમાં ભારતીય મૂળનો ખેલાડી તહસીન મોહમ્મદ જમશેદની પસંદગી થઈ છે. તેના પિતા પણ ફુટબોલર રહી ચૂક્યા છે. પરંતુ તે ક્યારેય ભારતીય ટીમનો ભાગ બની શક્યા નહી.

FIFA World Cup 2026: પિતા ભારત માટે રમી શક્યા નહીં, હવે દીકરો ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચશે
| Updated on: Jun 05, 2026 | 9:44 AM

ભારતીય ફુટબોલ ટીમ ભલે ફીફા વર્લ્ડકપ 2026નો ભાગ નથી પરંતુ ભારતીય ફુટબોલ ચાહકો માટે ફીફા વર્લ્ડકપની આ એડિશન ખુબ ખાસ રહેવાની છે. આ વખતે કતરની નેશનલ ફુટબોલ ટીમમાં ભારતીય મૂળના ખેલાડી તહસીન મોહમ્મદ જમશેદ રમતો જોવા મળશે. તહસીન મોહમ્મદ જમશેદનું સિલેક્શન અમેરિકામાં યોજાનાર ફીફા વર્લ્ડકપમાં કતરની 20 સભ્યોની ટીમમાં થયું છે. વર્ષ 2006માં ફ્રાન્સ માટે રમનાર વિકાસ ઘોરાસુ બાદ તહસીન પહેલો એવો ભારતીય ખેલાડી છે. જે ફુટબોલના આ મહાકુંભમાં રમતો જોવા મળશે.

તહસીન મોહમ્મદ જમશેદે પૂર્ણ કર્યું પિતાનું સપનું

તહસીન મોહમ્મદ જમશેદ થચંકંડી કેરળના કોઝિકોડનો રહેવાસી છે. જે એક ફુટબોલર રહી ચૂક્યા છે. પરંતુ તે ક્યારેય ભારતીય ટીમ માટે રમી શક્યા નહી. ભલે તેના પિતાનું દેશનું સપનું અધુરું રહ્યુ હોય પરતુ હવે તેનો 19 વર્ષનો દીકરો ફીફા વર્લ્ડકપના સૌથી મોટા મંચ પર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 1992માં જમશેદેની પસંદગી ભારતીય યુવા ફુટબોલર કેમ્પ માટે થઈ હતી. તે સમયે કેરળના શાનદાર ફુટબોલરોમાંથી એક જે પોલ અંચેરીની સાથે રમતો હતો. પરંતુ વિશ્વવિદ્યાલયની મેચ અને ઈજાના કારણે તેનું ભારતીય ટીમ માટે રમવાનું સપનું તુટ્યું હતુ.

મેદાનની વચ્ચે દેશું પ્રતિનિધિત્વ

ત્યારબાદ વર્ષ 1996માં તે પોતાની પત્ની શાઈમાકેની સાથે દોહામાં ગયો હતો. જે કેરળની રહેવાસી છે. દોહામાં જમશેદ શુક્રવારની રજાઓમાં સ્થાનિક મેદાનો પર પોતાના ફ્રેન્ડની સાથે ફુટબોલ રમતો હતો. ત્યારે માત્ર 4 વર્ષના તહસીન મેદાનની બહાર ડગ-આઉટમાં બેસી પોતાના પિતાની મેચ જોતો હતો. અહીથી તહસીનના મનમાં ફુટબોલ રમવાની ઈચ્છા વ્યક્ત થઈ હતી. તહસીન ફેમસ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ખુબ મોટો ચાહક હતો. વર્ષ 2022માં કતરમાં રમાયેલા વર્લ્ડકપની મેચ દરમિયાન તે સ્ટેન્ડમાં બેસી પુર્તુગોલ અને કતરની મેચનો આનંદ લેતો હતો. પરંતુ હવે તે ખુદ સ્ટેડિયમમાં મેદાનની વચ્ચે દેશું પ્રતિનિધિત્વ કરશે.

એસ્પાયર એકેડમીથી ફીફા વર્લ્ડકપ સુધીની સફળ

તહસીનની પ્રતિભાને જોઈ કતરના સ્થાનિક કોચએ બાળપણમાં ઓળખ બનાવી લીધી હતી. વર્ષ 2017માં અલ-દુહૈલ એશસીની સબ જુનિયર ટીમમાં તેનું સિલેક્શન થયું હતુ. ફરી તે કતરની વિશ્વ પ્રસિદ્ધ ફુટબોલ વિકાસ કાર્યક્રમ એસ્પાયર એકડમીનો ભાગ બન્યો હતો. અહી તેમણે પોતાની રમતની પ્રતિભાને નિખારી હતી. અલ-દુહૈલ ક્લબમાં તેમણે માર્કો વેરાટી અને ફિલિપ કૂટિનિયો જેવા ઈન્ટરનેશનલના મોટા સ્ટારની સાથ સમય પસાર કર્યો અને શીખવાની તક મળી હતી. ત્યારબાદ તેમમે 2023 અને 2024માં કતરની અંડર 17 અને અંડર 19 ટીમ માટે ડેબ્યુ કર્યું હતુ. તેના થોડા મહિનામાં માત્ર 17 વર્ષની ઉંમરમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ફીફા વર્લ્ડકની ક્વોલિફાયર મેચમાં કતરની સીનિયર ટીમ માટે પહેલી મેચ રમી છે.

ફૂટબોલ સામાન્ય રીતે લંબચોરસ ઘાસ અથવા કૃત્રિમ મેદાન પર દરેક છેડે એક ગોલપોસ્ટ સાથે રમાય છે. આ રમતનો ઉદ્દેશ એ છે કે ખેલાડીઓ ચતુરાઈથી બોલને વિરોધી ટીમના ગોલ પોસ્ટમાં નાખે. અહી ક્લિક કરો

Follow Us