SAFF Championship ફાઇનલમાં કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવી ભારતીય ફૂટબોલ ટીમે ઇતિહાસ રચ્યો હતો. ભારત રેકોર્ડ નવમી વાર SAAF ચેમ્પિયનશીપ જીત્યું હતું.
ભારતે નવમી વખત SAFF ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. સુનિલ છેત્રીની આગેવાનીમાં ભારતે કુવૈતને ફાઇનલમાં હરાવ્યું હતું. બંને દેશોની ફૂટબોલ ટીમો વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. સડન ડેથમાં ગુરપ્રીત સિંહ સંધુએ પેનલ્ટી રોકીને ભારતને 5-4થી જીત અપાવી હતી.
2⃣ Successful Penalty Shoouts in a row! INDIA ARE THE SAFF CHAMPIONS AGAIN!
KUW 1⃣-1️⃣ IND
: ❌ ✅ ✅ ✅ ✅ ❌
: ✅ ✅ ✅ ❌ ✅ ✅@FanCode & @ddsportschannel #KUWIND ⚔️ #SAFFChampionship2023 #IndianFootball ⚽️ pic.twitter.com/pmm0mT3gcA
— Indian Football Team (@IndianFootball) July 4, 2023
ભારતે અગાઉ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015 અને 2021માં આ ખિતાબ જીત્યો હતો. મેચની વાત કરીએ તો, નિર્ધારિત 90 મિનિટમાં ભારત અને કુવૈતનો સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. એકસ્ટ્રા સમયમાં બંને ટીમોમાંથી કોઈ ગોલ લઈ શકી નહોતી અને મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં પર નિર્ભર થયું હતું.
શૂટઆઉટમાં પણ એક સમયે સ્કોર 4-4થી બરાબર થઈ ગયો હતો અને ત્યારબાદ સડન ડેથમાં ભારતે પ્રથમ ગોલ કર્યો હતો અને ત્યારબાદ ભારતીય ગોલકીપર ગુરપ્રીત દિવાર બન્યો હતો અને તેણે પેનલ્ટી બચાવી હતી. આ પહેલા કુવૈતે ભારત સામે પ્રથમ 14 મિનિટમાં ગોલ કરીને લીડ મેળવી હતી. શાબીબ અલ ખાલિદીએ 14મી મિનિટે ગોલ કર્યો હતો.
INDIA are SAFF for the 9️⃣th time!
1993
1997
1999
2005
2009
2011
2015
2021
#SAFFChampionship2023 #BlueTigers #IndianFootball ⚽ pic.twitter.com/3iLJQSeyWG— Indian Football Team (@IndianFootball) July 4, 2023
આ પણ વાંચો : Breaking News : અજિત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના New Chief Selector, ચેતન શર્માની લીધી જગ્યા
16મી મિનિટે ભારતને બરાબરી કરવાની તક મળી હતી, પરંતુ સુનીલ છેત્રીના શોટને કુવૈતના ગોલકીપરે રોકી દીધો હતો. આ પછી ભારતીય ટીમે કુવૈતની ટીમ પર વધુ એટેક કર્યા હતા. 38મી મિનિટે ભારતના લલિયાનજુઆલા ચાંગટેએ ગોલ કરીને સ્કોરની બરાબરી કરી હતી. જો કે સ્કોર બરાબર થયા બાદ બંને ટીમોએ લીડ લેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ 90 મિનિટ સુધી કોઈ લીડ લઈ શક્યું ન હતું.
Published On - 10:52 pm, Tue, 4 July 23