Breaking News: IND vs WI: ત્રીજી ODIમાં પણ રોહિત-વિરાટને આરામ, ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ 11 કર્યા બે ફેરફાર

|

Aug 01, 2023 | 7:05 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં બંને ટીમો પાસે મેચ જીતી નવો રેકોર્ડ બનાવવાની તક છે. આજની મેચમાં ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફરી આરામ આપવામાં આવ્યો છે અને હાર્દિક પંડયા ટીમની કમાન સંભાડશે.

Breaking News: IND vs WI: ત્રીજી ODIમાં પણ રોહિત-વિરાટને આરામ, ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ 11 કર્યા બે ફેરફાર

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઇન્ડિયા (Team India) ને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઉમરાન મલિકની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) અને અક્ષર પટેલની જગ્યાએ જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી તેના અંતિમ તબક્કામાં છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પહેલા આ શ્રેણીમાં પ્રયોગ કરી રહી છે અને તેનું પરિણામ એ છે કે હાલમાં બંને ટીમોએ 1-1 મેચ જીતી છે. હવે શ્રેણી નક્કી કરવાની છે. ફરી એકવાર હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે એટલે કે રોહિત શર્મા ફરી રમી રહ્યો નથી. જ્યારે વિરાટ કોહલી પણ આજની મેચમાં ફરી જોવા નહીં મળે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ભારત પાસે સતત 13મી સિરીઝ જીતવાની તક

આજની મેચમાં બંને ટીમો પાસે મેચ જીતી નવો રેકોર્ડ બનાવવાની તક છે. ભારતીય ટીમ પાસે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી સિરીઝ જીતવાની તક છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પાસે 2006 બાદ પ્રથમ વખત સિરીઝ જીતવાની તક છે.

આ પણ વાંચો : રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? શ્રીલંકન દિગ્ગજે આપ્યો જવાબ

બંને ટીમની પ્લેઇંગ 11

ટીમ ઈન્ડિયા:
ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર

વેસ્ટ ઈન્ડિઝ:
બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, એલીક એથેનાઝ, શાઈ હોપ(વિકેટ કીપર / કેપ્ટન), શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, રોમારીયો શેફર્ડ, યાનિક કેરિયા, અલઝારી જોસેફ, ગુડાકેશ મોટી, જેડેન સીલ્સ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:44 pm, Tue, 1 August 23

Next Article