Breaking News : ભારત 8 વર્ષ પછી મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું, જેમીમાહ રોડ્રિગ્સ-હરમનપ્રીતે રેકોર્ડબ્રેક જીત અપાવી

મહિલા વર્લ્ડ કપ 2025: નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઐતિહાસિક રન ચેઝ સાથે ભારતે વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ કર્યો. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં, ભારતે 339 રનના લક્ષ્યનો પીછો કર્યો, જે એક વિશ્વ રેકોર્ડ છે.

Breaking News : ભારત 8 વર્ષ પછી મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું, જેમીમાહ રોડ્રિગ્સ-હરમનપ્રીતે રેકોર્ડબ્રેક જીત અપાવી
| Updated on: Oct 30, 2025 | 11:05 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક એવો ચમત્કાર કર્યો છે જેની બહુ ઓછા લોકોએ અપેક્ષા રાખી હશે. મહિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. કેપ્ટન હરમનપ્રીત કૌરની 89 રનની ઈનિંગ અને જેમીમા રોડ્રિગ્સની સદીની મદદથી ભારતે 339 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.

સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ભારતનો વિજય ચમત્કારથી ઓછો નથી, કારણ કે ઓસ્ટ્રેલિયા આઠ વર્ષ પછી વર્લ્ડ કપ મેચ હારી ગયું છે અને પહેલી વાર કોઈ ટીમે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આટલો મોટો રન ચેઝ કર્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવી મુંબઈમાં કમાલ પ્રદર્શન કરી સૌના દિલ જીતી લીધા હતા.

 

જેમીમા રોડ્રિગ્સ જીતની હીરો બની

ભારતની જીતની સૌથી મોટી સ્ટાર જેમીમા રોડ્રિગ્ઝ હતી. જેમીમા રોડ્રિગ્ઝ સેમિફાઈનલમાં 127 રનની અણનમ ઈનિંગ રમી હતી. જમણા હાથની આ બેટ્સમેને 134 બોલનો સામનો કર્યો હતો અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમીમા રોડ્રિગ્ઝનો સ્ટ્રાઈક રેટ 94.78 રહ્યો હતો. જેમીમા રોડ્રિગ્ઝ બીજી ઓવરમાં ક્રીઝ પર આવી હતી કારણ કે ભારતે ઓપનર શેફાલી વર્માની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી.

ભારત વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચ્યું

ત્યારબાદ જેમીમાએ આવીને ધમાલ મચાવી. ક્રીઝ પર આવતાની સાથે જ તેણે સિંગલ્સ અને ડબલ્સ તેમજ ઉત્તમ બાઉન્ડ્રી ફટકારી. તેણે હરમનપ્રીત કૌર સાથે સદીની ભાગીદારી કરી, જેણે ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

 

હરમનપ્રીત કૌરે પણ પોતાની તાકાત બતાવી

કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હરમનપ્રીતે 65 બોલમાં અડધી સદી ફટકારી અને પછી 100 થી વધુના સ્ટ્રાઈક રેટથી 89 રન સુધી પહોંચવા માટે ધમાકેદાર શોટ રમ્યા. આ નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તેની સતત ત્રીજી અડધી સદી હતી.

આ પણ વાંચો: IND W vs AUS W: સ્મૃતિ મંધાના સાથે ચીટિંગ થઈ? ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલ મેચમાં ખેલ થઈ ગયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:52 pm, Thu, 30 October 25