આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashaswi Jaiswal) ઇતિહાસ રચ્યો હતો. પહેલી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે કેપ્ટન રોહિત શર્મા સાથે 200થી વધુ રનની ભાગીદારી પણ કરી હતી. રોહિતે પણ 10 વર્ષ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારી હતી.
Oh YEShasvi! 👏 👏
A HUNDRED on debut! 💯
What a special knock this has been! 🙌🙌
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/OkRVwKzxok
— BCCI (@BCCI) July 13, 2023
જે કામ સુનીલ ગાવસ્કર 52 વર્ષ પહેલા ન કરી શક્યા, જે કામ વિરાટ કોહલી 12 વર્ષ પહેલા ન કરી શક્યા તે કામ 21 વર્ષની યશસ્વી જયસ્વાલે કરી બતાવ્યું છે. ટીમ ઈન્ડિયામાં ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી રહેલી યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી છે. યશસ્વીએ પોતાની ડેબ્યૂ ટેસ્ટના બીજા દિવસે સદી ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ સાથે જ જયસ્વાલે સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર શર્મા, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ લખાવ્યું.
A dream debut! 💯
Yashasvi Jaiswal becomes just the third Indian opener to make a Test hundred on debut 👏#WTC25 | #WIvIND | 📝: https://t.co/gPEvNeiqUe pic.twitter.com/bsIqz21cZ0
— ICC (@ICC) July 13, 2023
ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસે યશસ્વીએ પોતાની ઇનિંગને 40 રન સુધી લંબાવી હતી અને પ્રથમ સેશનમાં જ તેની અડધી સદી પૂરી કરી હતી. યશસ્વીએ ફિફ્ટી સુધી પહોંચવા માટે 104 બોલનો સામનો કર્યો હતો. યશસ્વી લંચ સુધી 62 રન બનાવીને અણનમ રહ્યો હતો. અહીંથી બીજા સેશનમાં તેણે રનની ગતિ થોડી વધારી. ત્યારપછી યશસ્વીએ એલિક એથાનેજના બોલને સ્ક્વેર લેગ તરફ રમીને સિંગલ લીધો અને યાદગાર સદી (215 બોલ) પૂરી કરી.
यशस्वी भवः 💯
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/59Uq9ik1If— FanCode (@FanCode) July 13, 2023
યશસ્વીએ ટેસ્ટ ડેબ્યુ પહેલા તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં ધમાકેદાર સદી ફટકારી હતી. રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, ઈરાની કપ અને ઈન્ડિયા A માટે માત્ર 15 ફર્સ્ટ ક્લાસ મેચોમાં યશસ્વીએ 9 સદી ફટકારી હતી. આટલા જોરદાર પ્રદર્શન પછી જ તેણે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો અને અહીં પણ તેણે આ જ કારનામું કર્યું.
Published On - 11:34 pm, Thu, 13 July 23