એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) ની પુરૂષ ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે નેપાળને 23 રને હરાવી સેમી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા (Team India) ની આ જીતનો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો હતો. યશસ્વીએ 49 બોલમાં 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ (Ravi Bishnoi) અને આવેશ ખાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
એશિયન ગેમ્સ 2023ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 23 રને હરાવ્યું. ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને 20 ઓવરમાં 202 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ જીતના લક્ષ્યાંકથી દૂર રહી હતી. જોકે, આ મેચ અપેક્ષા મુજબ એકતરફી રહી ન હતી. નેપાળ ભલે મેચ જીતી શક્યું ન હતું, પરંતુ તેમની જીત માટેના પ્રયાસોથી ચોક્કસપણે દરેકના દિલ જીતી લીધા હતા.
Yashasvi Jaiswal’s Maiden T20I powers India to a 23-run win against Nepal #TeamIndia are through to the semifinals of the #AsianGames
Scorecard ▶️ https://t.co/wm8Qeomdp8#IndiaAtAG22 pic.twitter.com/3fOGU6eFXi
— BCCI (@BCCI) October 3, 2023
ભારતે આપેલા 203 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમે ઝડપી શરૂઆત કરી હતી. જો કે, તેની ઝડપી શરૂઆતને અવેશ ખાને રોકી હતી. અવેશ ખાને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી નેપાળની વિકેટો નિયમિત અંતરે પડતી રહી. પરંતુ, આ સમય દરમિયાન તેમણે પોતાની લડાઈની ભાવના છોડી ન હતી. નેપાળના દરેક બેટ્સમેનોએ ટીમને જીત અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ભારતે સ્કોર બોર્ડ પર એટલા રન છોડી દીધા હતા કે તેમાંથી બહાર નીકળવું નેપાળ માટે સરળ નહોતું.
ભારતે આ મેચમાં 6 બોલરો અજમાવ્યા હતા, જેમાંથી રવિ બિશ્નોઈ અને આવેશ ખાન સૌથી સફળ રહ્યા હતા. બંનેને 3-3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ડેબ્યૂ કરનાર સાઈ કિશોરે મેચમાં 1 વિકેટ લીધી હતી, સાથે જ 3 કેચ પણ લીધા હતા.
આ પણ વાંચો : Yashasvi Jaiswal : 15 છગ્ગા-ચોગ્ગાની મદદથી તોફાની સદી, યશસ્વી જયસ્વાલે T20માં રચ્યો ઈતિહાસ
આ પહેલા ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં તેણે 7 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. યશસ્વી સિવાય રિંકુ સિંહે પણ શાનદાર ઈનિંગ રમી હતી, તેણે 15 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા.
Published On - 10:16 am, Tue, 3 October 23