Breaking News: Heath streak Death: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું નિધન, પત્નીએ આપી માહિતી

|

Sep 03, 2023 | 1:08 PM

ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું રવિવારે નિધન થયું. તેની પત્નીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. હીથ સ્ટ્રીક લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી.થોડા દિવસો પહેલા હીથ સ્ટ્રીકના મૃત્યુની અફવા ફેલાઈ હતી. આ સમાચાર ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર હેનરી ઓલાંગાએ આપ્યા હતા, પરંતુ બાદમાં ઓલાંગાએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે હીથ સ્ટ્રીક જીવિત છે. જોકે આ વખતે તેની પત્નીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટનનું નિધન થયું છે.

Breaking News: Heath streak Death: ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું નિધન, પત્નીએ આપી માહિતી

Follow us on

ઝિમ્બાબ્વે (Zimbabwe) ના ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું રવિવારે નિધન થયું હતું. લાંબા સમયથી તેઓ કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. હીથ સ્ટ્રીક (Heath Streak) ના પત્નીએ જણાવ્યું હતું કે હીથ સ્ટ્રીકનું 3 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે નિધન થયું હતું. ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર જોન રેનીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે સ્પોર્ટસ્ટારને કહ્યું કે હિથ સ્ટ્રીકનું મોત (Death) મેટાબેલેલેન્ડમાં તેના ખેતરમાં થયું હતું.

દમદાર હતી હીથ સ્ટ્રીકની કારકિર્દી

હીથ સ્ટ્રીકની ગણતરી ઝિમ્બાબ્વેના મહાન ક્રિકેટરોમાં થાય છે. તેની પાસે બેટ અને બોલ બંને વડે મેચને પલટાવવાની શક્તિ હતી. હીથ સ્ટ્રીકે ઝિમ્બાબ્વે માટે 65 ટેસ્ટ મેચ રમી અને 22.35ની એવરેજથી 1990 રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં 216 વિકેટ પણ લીધી છે. જ્યારે વનડેમાં હીથ સ્ટ્રીકે 2943 રન બનાવ્યા છે અને 239 વિકેટ લીધી છે. નિવૃત્તિ પછી તેણે કોચિંગ પણ કર્યું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ઝિમ્બાબ્વે-બાંગ્લાદેશના કોચ હતા

હીથ સ્ટ્રીક ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશના કોચ હતા. આ સિવાય તેણે IPLમાં પણ કોચિંગ કર્યું હતું.તેઓ IPLની બે વખત વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સના કોચિંગ સ્ટાફમાં પણ સામેલ હતા. આ સિવાય તેણે ગુજરાત લાયન્સના બોલિંગ કોચની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : Heath Streak Death: પાકિસ્તાનના 8 બેટ્સમેનથી લઈને ભારતની અડધી ટીમનો સફાયો કરવા સુધી, આવી રહી હીથ સ્ટ્રીકની શાનદાર કારકિર્દી

હીથ સ્ટ્રીકના નામે છે આ ખાસ રેકોર્ડ

હીથ સ્ટ્રીક ટેસ્ટ અને વનડેમાં 100 વિકેટ લેનાર ઝિમ્બાબ્વેના પ્રથમ ક્રિકેટર હતા. હીથ સ્ટ્રીક પોતાના દેશ ઝિમ્બાબ્વે તરફથી ટેસ્ટમાં 100 વિકેટ અને 1000 રન બનાવનાર સૌપ્રથમ ક્રિકેટર હતા. આ સિવાય હીથ સ્ટ્રીક પોતાના દેશના એકમાત્ર એવા ક્રિકેટર છે જેમણે વનડેમાં 200 વિકેટ અને 2000 રન બનાવ્યા છે. તેમણે વર્ષ 1993માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝીમ્બાબ્વે તારફ્થી રમતા ડેબ્યૂ કર્યું હતું અને 1999-2000માં તેમને ઝીમ્બાબ્વેની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

અંતિમ ટેસ્ટ ભારત સામે રમ્યા હતા

હીથ સ્ટ્રીકે તેમની ક્રિકેટ કારકિર્દીની અંતિમ મેચ ભારત સામે રમી હતી. 2005માં હરારેમાં ભારત સામે છેલ્લી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં સ્ટ્રીકે 73 રન આપી 6 વિકેટ લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:46 pm, Sun, 3 September 23

Next Article