ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે, પરંતુ વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે 7 જૂન, 2023થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઈનલ લંડનના ઓવલ મેદાન પર રમાશે.આ મોટી મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.
આ પણ વાંચો : Breaking news : શુક્રવારે મહિલા રેસલર્સની અરજી પર સુનાવણી કરશે SC, દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો
ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ,જયદેવ ઉનકાટ આ ચારેય ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ધમાલ મચાવશે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનકાટ .ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હશે જ્યારે કેએસ ભરત વિકેટકીપિંગની જવાબદારી સંભાળતા જોવા મળશે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને યુવા શુભમન ગિલ પર ઓપનિંગની જવાબદારી સોંપી છે. મિડલ ઓર્ડરમાં અજિંક્ય રહાણેની વાપસી થઈ છે જ્યારે સૂર્યકુમાર યાદવને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. શ્રેયસ ઐયર ઈજાના કારણે WTC ફાઈનલમાંથી પહેલા જ બહાર થઈ ગયો હતો. રહાણે વર્તમાન આઈપીએલમાં સારા લયમાં જોવા મળી રહ્યો છે જ્યારે સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં ચાલી રહ્યો નથી.
ભારતીય ટીમે તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ભારતે આ સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. ગત વખતે તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો. આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન બનીને ICC ખિતાબના દુકાળને ખતમ કરવા માંગશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:29 am, Tue, 25 April 23