Breaking News: બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 8 રને હરાવ્યું, T20 સીરિઝ પર કર્યો કબજો

ભારતીય મહિલા ટીમે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 8 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી દિપ્તી શર્મા અને શેફાલી વર્માએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લઈ ભારતની જીત નિશ્ચિત કરી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ થઈ ગઈ છે અને T20 સીરિઝ પર કબજો કરી લીધો છે.

Breaking News: બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 8 રને હરાવ્યું, T20 સીરિઝ પર કર્યો કબજો
| Edited By: | Updated on: Jul 11, 2023 | 5:35 PM

હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે ત્રણ મેચની T20 સીરિઝ પર કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલ બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 8 રને હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ પહેલા 9 જુલાઇએ સીરિઝની પહેલી T20 મેચમાં Team Indiaએ  બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી વિજયી શરૂઆત કરી હતી.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બાંગ્લાદેશની ટીમને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય મહિલા ટીમે પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો ન હતો અને પહેલી T20ની જ પ્લેઇંગ 11 સાથે જ બીજી મેચમાં ઉતર્યા હતા. ટીમમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, વિકેટ કીપર યાસ્તિકા ભાટિયા, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, બારેડી અનુષા, મિન્નુ મણિનો સમાવેશ થયો હતો.

બાંગ્લાદેશને જીતવા માત્ર 96 રનનો ટાર્ગેટ

બીજી T20માં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ 19 રન બનાવ્યા હતા, જ્યારે અમનજોત કૌરે 14 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર શૂન્ય રન બનાવી પહેલા જ બોલ પર બોલ્ડ થઈ હતી. ભારતની એક પણ ખેલાડી 20થી વધુ રન બનાવી શકી નહીં. જ્યારે બાંગ્લાદેશ તરફથી સુલતાના ખાતૂને સૌથી વધુ ત્રણ અને ફહિમા ખાતૂને બે વિકેટ ઝડપી હતી.

મેચ અંતિમ ઓવર સુધી પહોંચી

96 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમે પહેલી જ ઓવરમાં 10 રન ફટકારી સારી શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ બીજી જ ઓવરમાં ઓપનર શમીમા સુલતાના મિન્નુ મણિની બોલિંગમાં શેફાલી વર્માને કેચ આપી બેઠી હતી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં શાથી રાનીને દિપ્તી શર્માએ આઉટ કરી હતી. બાંગ્લાદેશની ટીમે ધીમી બેટિંગ કરવાની સાથે સતત વિકેટો ગુમાવતા મેચ અંતિમ ઓવર સુધી પહોંચી હતી.

આ પણ વાંચો : Shubman Gill : શુભમન ગિલ છે મોટા ખતરામાં, માત્ર એક ભૂલ અને ટીમ ઈન્ડિયામાંથી પત્તુ કપાઈ જશે!

શેફાલી વર્મા-દિપ્તી શર્માની દમદાર બોલિંગ

ટીમ ઈન્ડિયાની દમદાર બોલિંગ સામે બાંગ્લાદેશની ખેલાડીઓ લાંબો સમય ટકી શકી નહીં અને તેમણે સતત વિકેટો ગુમાવી હતી. બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલતાનાએ અંતિમ ઓવર સુધી લડત આપી હતી અને સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. છતાં તે ટીમને જીત ન અપાવી શકી. ભારત તરફથી શેફાલી વર્મા અને દિપ્તી શર્માએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી ટીમને યાદગાર જીત આપવી હતી અને આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ T20 સીરિઝ પર કબજો કરી લીધો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:49 pm, Tue, 11 July 23