કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ T20 સીરિઝ યોજાશે. આ સીરિઝની પહેલી T20 મેચ ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી વિજયી શરૂઆત કરી હતી. સાથે જ ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ પણ મેળવી લીધી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી T20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બાંગ્લાદેશની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય મહિલા ટીમની પ્લેઇંગ 11માં કેપ્ટન હરમનપ્રીત કૌર, વિકેટ કીપર યાસ્તિકા ભાટિયા, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, બારેડી અનુષા અને મિન્નુ મણિનો સમાવેશ થયો હતો.
Harmanpreet Kaur’s fifty powers the chase against Bangladesh as India take a 1-0 lead in the T20I series 🙌
📝: #BANvIND: https://t.co/BhIQulFicy pic.twitter.com/wgBn4EUPWS
— ICC (@ICC) July 9, 2023
પહેલી T20માં ટોસ હારી પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની શોરના અક્તરે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા, જ્યારે ભારતની શેફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર અને મિન્નુ મણિએ એક-એક વિકેટ ઝડપી હતી.
For her match winning knock of 54*, Captain @ImHarmanpreet is adjudged Player of the Match as #TeamIndia win by 7 wickets.
Scorecard – https://t.co/XfPweXxk85… #BANvIND pic.twitter.com/WIdChT6HMT
— BCCI Women (@BCCIWomen) July 9, 2023
115 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર શેફાલી વર્મા શૂન્ય રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જેમિમાહ રોડ્રિગ્સ પણ કોઈ ખાસ કમાલ કરી ના શકી અને માત્ર 11 રન બનાવી આઉટ થઈ હતી. જે બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના વચ્ચે 71 રનની પાર્ટનરશિપ થઈ હતી. સ્મૃતિ મંધાના 34 બોલમાં 38 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે હરમનપ્રીત કૌરે કેપ્ટન ઇનિંગ રમતા 35 બોલમાં દમદાર 54 રન ફટકારી ટીમને શાનદાર જીત અપાવી હતી.
Published On - 4:30 pm, Sun, 9 July 23