Breaking News : WTC final પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, બોલર Josh Hazelwood ઈજાને કારણે બહાર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આક્રમક અંદાજમાં તૈયારીઓ કરી રહી છે. તે બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બોલર Josh Hazelwood ઈજાને કારણે WTC finalમાંથી બહાર થયો છે.

Breaking News : WTC final પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, બોલર Josh Hazelwood ઈજાને કારણે બહાર
Josh Hazelwood
| Updated on: Jun 04, 2023 | 5:36 PM

WTC Final 2023 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આક્રમક અંદાજમાં તૈયારીઓ કરી રહી છે. તે બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બોલર Josh Hazelwood ઈજાને કારણે WTC finalમાંથી બહાર થયો છે. તેના સ્થાને ઓલરાઉન્ડર Michael Neserને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે 7 જૂનથી 11 જૂન વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે. Michael Neser એ ટેસ્ટ ક્રિકેટમાં વર્ષ 2021માં ડેબ્યૂ કર્યું હતું. તેણે કુલ 2 ટેસ્ટ મેચની 3 ઈનિંગમં કુલ 56 રન બનાવ્યા છે. કુલ 4 ઈનિંગમાં બોલિંગ કરીને તેણે હમણા સુધી 7 વિકેટ લીધી છે.

ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ સ્કવોડ

 

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી (વિકેટકીપર), ટોડ મર્ફી, સ્કોટ બોલેન્ડ, માર્કસ હેરિસ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માઈકલ નેસર (જોશ હેઝલવુડના સ્થાને), મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોન

રિઝર્વ: મિશેલ માર્શ, મેટ રેનશો

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઈશાન કિશન (વિકેટકીપર) અને જયદેવ ઉનડકટ.

રિઝર્વ: સૂર્યકુમાર યાદવ, મુકેશ કુમાર અને યશસ્વી જયસ્વાલ

આ પણ વાંચો : Lionel Messiને ફેરવેલ મેચમાં મળી હાર, 2 વર્ષ બાદ PSGનો સાથ છોડ્યો

આ પહેલા વોર્નરને લઈને આવ્યા આ સમાચાર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને એશિઝ સીરિઝ માટે વોર્નર ને ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા તો મળી ગઈ, પણ હવે પછીનું તેનું ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય તેના પ્રદર્શન પર નિર્ભર કરતું હતું. પણ વોર્નર એ પોતાના ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય પોતે જ સાફ કરી દીધું છે.

ડાબા હાથના ઓપનર વોર્નર એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે સિડનીમાં જાન્યુઆરી 2024માં પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી ટેસ્ટ મેચ તેના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ હશે.જણાવી દઈએ કે વોર્નરના ઘરેલૂ મેદાન સિડનીમાં 3 થી 7 જાન્યુઆરી, 2024ના રોજ છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. પાકિસ્તાનની ટીમ ડિસેમ્બર-જાન્યુઆરી 2024માં ત્રણ મેચની ટેસ્ટ સિરિઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:54 pm, Sun, 4 June 23