
મીરાબાઈ ચાનુનું અધરું સપનું આજે પૂર્ણ થયું છે. ભારતની આ વેટલિફ્ટરે એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. આ સ્પર્ધામાંગોલ્ડ મેડલ ઉત્તર કોરિયાની ખેલાડીને મળ્યો છે. તમને જણાવી દઈએ કે, આ મેડલ મીરાબાઈ ચાનુ માટે ખાસ છે. આ ખેલાડીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ વચન આપ્યું હતુ કે,તે એશિયન ગેમ્સમાં મેડલ જીતશે. આ વચન પૂર્ણ થયું છે. મીરાબાઈ ચાનુએ 198 કિલોગ્રામ વજન ઉપાડી પહેલી વખત એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે.
મીરાબાઈ ચાનુને મહિલાઓની 49 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. આ તેમનો પહેલો એશિયન ગેમ્સ મેડલ હતો, જ્યારે ગોલ્ડ મેડલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયાની રી સોંગ ગમને મળ્યો.ઉત્તર કોરિયાની રી સોંગ ગમે કુલ 210 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
Mirabai Chanu nails all her three Snatch attempts, successfully lifting 83kg, 85kg and 87kg in a perfect start to her Asian Games campaign!
Watch the 20th Asian Games Aichi-Nagoya LIVE on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat
— Sony Sports Network (@SonySportsNetwk) September 23, 2026
મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં ભલે પહેલી વખત મેડલ જીત્યો હોય પરંતુ આ દિગ્ગજ ખેલાડીએ ઓલિમ્પિકથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને કોમનવેલ્થ ગેમ્સમાં સુધીની રમતમાં અનેક મેડલ પોતાને નામ કર્યા છે.
મીરાબાઈ ચાનુ ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ એશિયન અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપ જેવી બધી મોટી આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ઇવેન્ટ્સમાં મેડલ જીતનાર બીજી ભારતીય વેઈટલિફ્ટર બની છે.
Published On - 11:51 am, Wed, 23 September 26