
એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)માં હોકી મુકાબલામાં ભારતે પાડોશી દેશ પાકિસ્તાનની હોકી ટીમને 10-2થી હરાવી એશિયન ગેમ્સમાં સતત ત્રીજી મોટી જીત મેળવી હતી. સાથે જ ભારતે (India) આજે બીજી બાર પાકિસ્તાનને ટીમ ઈવેન્ટમાં હરાવ્યું હતું. આ પહેલા શનિવારે ભારતની સ્કવોશ ટીમે ફાઇનલમાં પાકિસ્તાન (Pakistan) ને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારત-પાકિસ્તાન હોકીના લાંબા ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમે 10 ગોલ કરીને ઈતિહાસ રચ્યો હતો. બંને ટીમો વચ્ચે અગાઉનો સર્વોચ્ચ સ્કોર 9-2 હતો, જે માત્ર ભારતે જ હાંસલ કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ 4 ગોલ કર્યા હતા.
: 10
: 2Our #MenInBlue brought the heat to field, delivering an electrifying victory against Pakistan!
The boys are going strong at #AsianGames2022! Many congratulations
Looking forward to many #HallaBol moments from you as we continue to #Cheer4India … pic.twitter.com/lYJZLt9tHe
— SAI Media (@Media_SAI) September 30, 2023
ભારતીય ટીમે પૂલ Aની છેલ્લી ત્રણ મેચોમાં જોરદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ ઉઝબેકિસ્તાન અને સિંગાપોર જેવી નબળી ટીમો પર 16-16 ગોલ કર્યા હતા, જ્યારે તેણે વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જાપાનને 4-2થી હરાવ્યું હતું. ભારતીય ટીમ પણ પાકિસ્તાન સામે જીતની દાવેદાર હતી પરંતુ ભાગ્યે જ કોચ ક્રેગ ફુલ્ટને પણ આટલી મોટી જીત વિશે વિચાર્યું હશે.
ભારતે પહેલા હાફમાં જ 4 ગોલ કરીને પાકિસ્તાનની હાર નક્કી કરી લીધી હતી. મનદીપ સિંહે 8મી મિનિટે ગોલ કરીને તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ સુકાની હરમનપ્રીતે 11મી અને 17મી મિનિટે પેનલ્ટી કોર્નર અને પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ટીમની લીડ 3-0થી વધારી દીધી હતી. સુમિતે પ્રથમ હાફની છેલ્લી મિનિટોમાં ભારત માટે ચોથો ગોલ કર્યો હતો.
Indian men’s Hockey team hammered Pakistan (10-2) in Pool A match to qualify for the semifinals of Asian Games 2023. #AsianGames #AsianGames2023 #AsianGames2022 #TeamIndia #Hockey pic.twitter.com/x01RrFpE4N
— Khel Now (@KhelNow) September 30, 2023
ત્રીજા હાફની શરૂઆતમાં હરમનપ્રીતે 33મી અને 34મી મિનિટમાં સતત બે ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી અને ટીમને 6-0થી આગળ કરી દીધી. પાકિસ્તાની ટીમ સતત સંઘર્ષ કરતી રહી પરંતુ તેને પહેલી સફળતા 38મી મિનિટે મળી, જ્યારે મોહમ્મદ સુફિયાને ટીમનું ખાતું ખોલાવ્યું. પાકિસ્તાન માટે અબ્દુલ વહીદે 45મી મિનિટે બીજો ગોલ કર્યો, પરંતુ આ પહેલા અને પછી ભારતે 4 વધુ ગોલ કર્યા. વરુણ કુમારે 41મી અને 54મી મિનિટે જ્યારે શમશેરે 46મી અને લલિત ઉપાધ્યાયે 49મી મિનિટે ગોલ કર્યા હતા.
આ પણ વાંચો : ક્રિકેટ મેચમાં ઉગ્ર બોલાચાલી, છોકરા-છોકરી વચ્ચે ઝપાઝપી, 6 ઘાયલ, જુઓ Video
વરુણ કુમારે 41મી અને 54મી મિનિટે જ્યારે શમશેરે 46મી અને લલિત ઉપાધ્યાયે 49મી મિનિટે ગોલ કર્યા હતા. વરુણના બીજા ગોલ સાથે ભારતે પણ ઈતિહાસ રચી દીધો હતો. બંને દેશોના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમે 10 ગોલ કર્યા છે. આ પહેલા પણ ભારતે પાકિસ્તાનને 9-2થી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. ભારતીય ટીમની નજર ગોલ્ડ જીતવા પર છે, જેની મદદથી તેને પેરિસ ઓલિમ્પિકની ટિકિટ પણ મળશે.
Published On - 8:10 pm, Sat, 30 September 23