
એક બાજુ જ્યાં આખા દેશની નજર કોમનવેલ્થ ગેમ 2026માં ભારતીય દળના પ્રદર્શન પર રહેલી છે. તો બીજી બાજુ જૂનિયર સ્કવૈશ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલ રાઉન્ડમાં ભારતની 18 વર્ષની અનાહત સિંહે ઈતિહાસ રચી ખિતાબ પોતાને નામ કર્યો છે. અનાહત સિંહની ફાઈનલમાં ટકકર મિસ્ત્રની રુકય્યા સાલેમ સાથે થઈ હતી. જેમાં તેમણે સતત 3 સેટ પોતાને નામ કરવાની સાથે ખિતાબ જીતવામાં સફળતા મેળવી હતી.
અનાહત સિંહ 21 વર્ષમાં ભારતની પહેલી ખેલાડી છે. જે ફાઈનલમાં સ્થાન બનાવવા સફળ થઈ આ સાથે તે ખિતાબ જીતનાર પહેલી ખેલાડી પણ બની ગઈ છે.
અનાહત સિંહે કેનેડામાં રમાયેલી જૂનિયર સ્કવૈશ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મિસ્ત્રની રુકય્યા સાલેમને પહેલા સેટમાં 11-3ના અંતરથી માત આપી હતી. તેમજ ત્યારબાદ બીજા સેટમાં 11-7ના અંતરથી જીતવામાં સફળ રહી હતી. હવે બધાની નજર આ મેચના ત્રીજા સેટ પર રહેલી હતી કરાણ કે, અનાહત સિંહ 11-9ના અંતરથી જીત્યા બાદ ખિતાબ પોતાને નામ કર્યો હતો.
Thank you sir https://t.co/JDuslYFNiO
— Anahat Singh (@Anahat_Singh13) July 25, 2026
અનાહત સિંહ વર્ષ 2005માં જોશના ચિનપ્પા પછી ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય બની છે. ચિનપ્પા આ ટૂર્નામેન્ટની ફાઈનલ સુધી સફળ કરી હતી પરંતુ ટાઈટલ જીતવાથી ચૂકી ગઈ હતી. તો અનાહતની આ ઐતિહાસિક જીત પર કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પણ શુભકામના પાઠવી છે. કહ્યું અભૂતપૂર્વ સફળતા દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.
વર્ષ 2028માં લોન્સ એન્જિલસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સમાં સ્કવૈશને પણ સામેલ કરવામાં આવી છે. જેમાં અનાહત સિંહની આ જીતથી તેનો આત્મવિશ્વાસ ખુબ વધી ગયો છે. જૂનિયર લેવલ પર પોતાની શાનદાર રમત દેખાડયા પછી હવે અનાહત પાસે બધાને સીનિયર સ્તર પર તેના આ પ્રદર્શન પર નજર છે. અનાહત તમામ સીનિયર પીએસએ ટૂરની વર્લ્ડ રેકિંગમાં ટોપ-20 ખેલાડીઓમાં સામેલ છે. હજુ તેની પાસે પોતાની રેન્કિંગમાં વધારે સુધારો કરવાની તક છે.