ભારત (Team India) અને પાકિસ્તાનની ટીમો રવિવારે Emerging Asia Cup ફાઇનલમાં ટકરાશે. 10 વર્ષ બાદ બંને ટીમો ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલમાં આમને-સામને થશે. શુક્રવારે ભારત A એ સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 51 રને હરાવ્યું હતું. આ પહેલા પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની ફાઈનલ અગાઉ 2013માં રમાઈ હતી, જેમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે જીત મેળવી હતી. ભારતીય ટીમ ઇમર્જિંગ એશિયા કપની પ્રથમ ચેમ્પિયન છે. જ્યારે પાકિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
A FIFER from Nishant Sindhu inspires India ‘A’ to the Final of the #ACCMensEmergingTeamsAsiaCup 👏👏
India ‘A’ successfully defend the total and complete a 51-run win 🙌
Scorecard – https://t.co/XnH1m6JqPM #ACC pic.twitter.com/vgRAizbXIK
— BCCI (@BCCI) July 21, 2023
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા યશ ધુલની ટીમ 211 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશી બોલરોએ ટીમ ઈન્ડિયાને ઘણી પરેશાન કરી હતી. તેમણે ભારતીય બેટ્સમેનોનું ક્રિઝ પર રહેવું મુશ્કેલ બનાવી દીધું હતું. ભારતીય દાવ એક છેડે ખોરવાઈ ગયો હતો, પરંતુ કેપ્ટન યશ ધુલે આશા છોડી ન હતી.
યશ ધુલ એક છેડે ટકી દાવને અંત સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. યશ ધુલના રૂપમાં ભારતને છેલ્લો ફટકો 49.1 ઓવરમાં લાગ્યો હતો. તેણે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. યશ ધુલે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય અભિષેક શર્માએ 63 બોલમાં 34 રન બનાવ્યા હતા. માનવ સુથારે નીચલા ક્રમમાં આવીને તોફાની બેટિંગ કરી અને 24 બોલમાં 21 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન, તંજીમ હસન અને રકીબુલ હસને 2-2 વિકેટ લીધી હતી.
India ‘A’ advances into the finals!
India ‘A’ beat Bangladesh ‘A’ by 51 runs and booked their spot in the finals! Yash Dhull scored a sublime 66 and Nishant Sindhu spun a web, picking up 5 wickets and bundling out Bangladesh for a total of 160 runs.#ACCMensEmergingTeamsAsiaCup pic.twitter.com/y3whw4L10U— AsianCricketCouncil (@ACCMedia1) July 21, 2023
211 રનના ટાર્ગેટના જવાબમાં બાંગ્લાદેશ A એ તોફાની શરૂઆત કરી હતી. મોહમ્મદ નઈમ અને તંજીદ હસન વચ્ચે 70 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ ભારત A માટે મુશ્કેલી ઉભી કરી હતી, પરંતુ માનવ સુથારે મોહમ્મદ નઈમને 38 રન પર બોલ્ડ કરીને આ ભાગીદારીને તોડી નાખી હતી.
મોહમ્મદ નઈમના આઉટ થયા બાદ ભારતીય બોલરોએ બાંગ્લાદેશની લય બગાડી હતી અને આખી ટીમ 34.2 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી તંજીદ હસને સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. નિશાંત સિંધુએ 20 રનમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે માનવ સુથારે 32 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
Published On - 8:53 pm, Fri, 21 July 23