
એશિયન ગેમ્સ (Asian Games 2026)માં મહિલા ટીમ સ્ક્વોશ ( squash)સેમિફાઇનલમાં ભારતનો હોંગકોંગ સામે 1-2થી હાર થઈ હતી. આ હાર સાથે, ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. તન્વી ખન્નાએ ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીને હરાવી, જ્યારે અનહત સિંહે 2-3થી નજીકની હરીફાઈ ગુમાવી, ચાર મેચ પોઇન્ટ કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહી. જોશના ચિનપ્પા પણ નિર્ણાયક મેચમાં હારી ગઈ.
ભારતીય મહિલા સ્ક્વોશ ટીમ, જેમાં અનાહત સિંહ, તન્વી ખન્ના અને અનુભવી જોશના ચિનપ્પાનો સમાવેશ થાય છે, તે સેમિફાઇનલમાં હોંગકોંગ સામે હારી ગઈ હતી. નિર્ણાયક મેચમાં જોશના ચિનપ્પાનો હોંગકોંગની હો ત્ઝે લોક સામે સીધી ગેમમાં પરાજય થયો હતો. આ હાર સાથે, ભારતનું અભિયાન બ્રોન્ઝ મેડલ સાથે સમાપ્ત થયું, અને હોંગકોંગ ફાઇનલમાં પહોંચ્યું.
INDIA WIN BRONZE IN SQUASH!
India’s Women’s Team settles for a bronze medal after a 1-2 defeat to Hong Kong in the Semifinal m
India 1-2 Hong Kong
Anhat Singh lost 2-3 ❌
Tanvi Khanna won 3-1 ✅
Joshna Chinappa lost 0-3 ❌ https://t.co/d1P8kgAZOX— The Khel India (@TheKhelIndia) October 1, 2026
જો ભારતના મેડલ ટેલીની વાત કરીએ એશિયન ગેમ્સ 2026માં ટીમ ઈન્ડિયા 8માં સ્થાને છે. 10 ગોલ્ડ મેડલ, 22 સિલ્વર મેડલ અને 30 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 62 મેડલ છે. એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ચીન સૌથી ટોપ પર છે. બીજા નંબર પર જાપાન ત્યારબાદ કોરિયા છે. ભારતનું સ્થાન મેડલ ટેલીમાં ટોપ 8માં છે.
અનિશ ભાનવાલાએ શૂટિંગમાં 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તે કુલ 576 પોઈન્ટ (ફાઇનલ સિરીઝમાં ફક્ત 94 પોઈન્ટ) સાથે ક્વોલિફિકેશનમાં 9મા સ્થાને રહ્યો. પરંતુ તેને બીજી તક મળી કારણ કે સાઉથ કોરિયાના ત્રણ શૂટર્સ ટોપ 8માં હતા અને એક દેશના માત્ર બે શૂટર્સ જ ફાઇનલમાં આગળ વધી શકે છે. તેથી આ એશિયન ગેમ્સમાં શૂટિંગ ઇવેન્ટમાં ભારત માટે મેડલ જીતવાની આ છેલ્લી તક હશે. ફાઇનલ બપોરે 12 વાગ્યે યોજાશે.
Published On - 9:49 am, Thu, 1 October 26