Team India નવેમ્બરમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે ક્રિકેટ સીરિઝ રમી શકે છે, BCCI કરી રહ્યું છે આયોજન

|

Aug 24, 2021 | 1:59 PM

BCCI નવેમ્બરમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સીરિઝનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારતની બે ટીમો આ બે ટીમોનો સામનો કરતી જોવા મળશે.

Team India નવેમ્બરમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે ક્રિકેટ સીરિઝ રમી શકે છે, BCCI કરી રહ્યું છે આયોજન
BCCI

Follow us on

Team India : તમે કહેશો કે નવેમ્બરમાં UAE માં T20 વર્લ્ડ કપ છે. તો પછી ટીમ ઇન્ડિયા, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો કેવી રીતે અલગથી ક્રિકેટ સીરિઝ (Cricket Series) રમતી જોઇ શકાય છે. તો તમને જણાવી દઈએ કે, અહીં અમે અંડર -19 ટીમ ઈન્ડિયાની વાત કરી રહ્યા છીએ, સિનિયરોની ટીમ નહીં. ભારતની અંડર -19 ટીમે ગયા વર્ષે માર્ચથી કોઈ ક્રિકેટ સીરિઝ રમી નથી.

આવી સ્થિતિમાં, BCCI નવેમ્બરમાં તેમના માટે એક શ્રેણીનું આયોજન કરી રહ્યું છે, જે બાંગ્લાદેશ અને શ્રીલંકા તરફથી રમાશે. અંડર 19 વર્લ્ડ કપ પણ માત્ર 4 મહિના દૂર છે, તે અર્થમાં પણ આ સીરિઝ ભારતીય ટીમ (Indian Team) માટે ફાયદાકારક રહેશે. અંડર 19 વર્લ્ડ કપ (Under-19 World Cup) આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે. તે પહેલા,એક સમાચાર પત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, BCCI બે દેશોની અંડર -19 ટીમનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.

એક ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશ અને બીજી શ્રીલંકા હશે. આ બે ટીમો સામે ભારતની 2 અંડર 19 ટીમો મેદાનમાં ઉતરશે. મતલબ કે, ભારત પોતાની બેન્ચ સ્ટ્રેન્થને સંપૂર્ણ રીતે બતાવશે. આ પહેલા, બીસીસીઆઈ ( BCCI) પ્રથમ સ્થાનિક અંડર -19 વનડે ટૂર્નામેન્ટ વિનુ માંકડ ટ્રોફીનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી શરૂ થશે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

વિનુ માંકડ ટ્રોફી પહેલા ખેલાડીઓએ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે

જોકે અન્ડર -19 ટીમની પસંદગી કરતી જુનિયર નેશનલ સિલેક્શન કમિટી (Junior National Selection Committee)ની હજુ સુધી બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી નથી. અપેક્ષા છે કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં સમિતિના નામોને મંજૂરી મળી જશે. દરમિયાન, રાજ્ય ક્રિકેટ એસોસિએશ (State Cricket Association)નો વિનુ માંકડ ટ્રોફીમાં રમવા માટે તેમની અંડર -19 ટીમોને આખરી ઓપ આપતા હોય તેમ લાગે છે.

તમામ રાજ્યોની ટીમોની પસંદગી બાદ વિનુ માંકડ ટ્રોફીમાં ઉતરતા પહેલા ખેલાડીઓને 7 દિવસના ક્વોરેન્ટાઇનમાં પણ મોકલવામાં આવશે. બાંગ્લાદેશે ભારતને હરાવીને છેલ્લો અંડર 19 વર્લ્ડ કપ (Under-19 World Cup) જીત્યો હતો. બાંગ્લાદેશ પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. આ વખતે ભારતની અંડર -19 ટીમને વર્લ્ડ કપમાં પ્રવેશતા પહેલા બાંગ્લાદેશને પોતાનું ટ્રેલર બતાવવાની તક મળશે.

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગષ્ટે હેડિંગ્લેમાં શરુ થનાર છે. ભારત સીરિઝ (India Series) માં 1-0 થી આગળ છે. ઈંગ્લેન્ડે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. આમાં ડેવિડ મલાન ત્રીજા નંબરે બેટિંગ કરશે જ્યારે હસીબ હમીદ રોરી બર્ન્સ સાથે ઇનિંગની શરૂઆત કરશે.

 

આ પણ વાંચો : shaili singh મારો રાષ્ટ્રીય રેકોર્ડ તોડશે તો હું ખુશ થઈશ : અંજુ બોબી જ્યોર્જ

આ પણ વાંચો : paralympics 2020 : દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પેરા એથ્લેટ્સને હીરો ગણાવ્યા, કહ્યુ આપણા બધા માટે પ્રેરણારૂપ

Next Article