ક્રિકેટ (Cricket) મેચોમાં હેટ્રિક લાગવી કોઈ અનોખી વાત નથી પરંતુ આ ખેલના ઈતિહાસમાં અનેક બોલર પોતાના નામે ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈ હેટ્રિકનો કમાલ કરી ચૂક્યા છે. અનેકવાર બોલર(Bowler)ના બદલે ટીમની જ હેટ્રિક (Hat-Trick) લાગી જતી હોય છે. એટલે કે સતત 3 બોલમાં ત્રણ વિકેટ (Wicket) મળી જતી હોય છે. પરંતુ તેમાં કોઈ રન આઉટ થઈ જાય તો તે બોલરના ખાતામાં નથી આવતું. પરંતુ આ પણ અનોખી બાબત નથી.
અનોખી વાત એ છે કે, જ્યારે એક ટીમના બોલર આ કમાલ કરે, આ સાંભળવામાં આશ્ચર્ય જરૂર થશે, પરંતુ આ વાત જ કંઈક એમ છે કે, ભાગ્યે જ કોઈ મેચમાં આવું જોવા મળે છે. જેમાં ટીમના મુખ્ય ત્રણ બેટ્સમેનોનું એક સરખા જ સ્કોર પર આઉટ થઈ જવું. બાંગ્લાદેશ (Bangladesh)ના બેટ્સમેને કંઈક આવુ જ કર્યું છે. પરંતુ આ હેટ્રિકથી ટીમને ફાયદો થવાને બદલે નુકસાન થયું અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
36 વર્ષ જૂના પરાક્રમનું પુનરાવર્તન
પાકિસ્તાન (Pakistan)સામે બાંગ્લાદેશની ટીમે પ્રથમ સેશનમાં માત્ર 49 રનમાં પોતાના ટોચના 4 બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. આમાં ખાસ વાત એ હતી કે ટીમના ટોપ 3 બેટ્સમેનનો સ્કોર સરખો હતો. ઓપનર સૈફ હસન પહેલા આઉટ થયો હતો. તે 14 રન બનાવીને શાહીન આફ્રિદી (Shaheen Afridi)નો શિકાર બન્યો હતો. ત્યાર બાદ થોડી જ વારમાં સૈફનો સાથી ઓપનર શાદમાન ઈસ્લામ પણ 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ટીમનો ત્રીજા નંબરનો બેટ્સમેન નજમુલ હુસૈન શંટ્ટો પણ પાછળ રહ્યો ન હતો અને તેણે પણ 14 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
બાંગ્લાદેશના બેટ્સમેનોએ 36 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોના અણધાર્યા સંયોગનું પુનરાવર્તન કર્યું છે. 1985માં ઈંગ્લેન્ડ સામેની બર્મિંગહામ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ટોચના 3 બેટ્સમેન એન્ડ્રુ હિલ્ડિચ, ગ્રીમ વુડ અને કેપ્લર વેસેલ્સ 10-10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
મુશ્ફિકુર-લિટનની સદીની ભાગીદારી
આ ત્રણ સિવાય બાંગ્લાદેશનો કેપ્ટન મોમિનુલ હક પણ વધુ નિર્ણાયક ભૂમિકા નિભાવી શક્યો ન હતો અને માત્ર 6 રન બનાવીને ચાલતો થયો હતો. બાંગ્લાદેશની ટીમે પહેલા સેશનમાં 4 વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા હતા. જોકે, આ ખરાબ શરૂઆત બાદ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમે લિટન દાસ સાથે મળીને ઈનિંગ્સને સંભાળી હતી અને બીજા સત્રમાં સદીની ભાગીદારી સાથે ટીમને વધુ સારી સ્થિતિમાં પહોંચાડી હતી. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો: ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયનની 100મી જન્મશતાબ્દી નિમિતે ‘નેશનલ મિલ્ક ડે’ ની ઉજવણી
આ પણ વાંચો: જંતુનાશક દવાના પેકીંગ પર દર્શાવામાં આવતા ચિત્ર અને રંગના આધારે જાણો કે તે દવા કેટલી ઝેરી તેમજ જોખમકારક છે