ઓસ્ટ્રેલિયન ક્રિકેટર GlennMaxwell ટૂંક સમયમાં ભારતીય યુવતી સાથે લગ્ન કરશે, તમિલમાં છપાયેલું કાર્ડ વાયરલ

મેક્સ અને વિનીની લવ સ્ટોરી રસપ્રદ છે. આ બંને લગ્ન કરશે. બંને વારંવાર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરે છે. વિની સોશિયલ મીડિયા પર ખૂબ એકટીવ રહે છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર  GlennMaxwell ટૂંક સમયમાં ભારતીય યુવતી સાથે લગ્ન કરશે, તમિલમાં છપાયેલું કાર્ડ વાયરલ
Vini Raman and Australian cricketer Glenn Maxwell
Image Credit source: Vini Raman Insta
| Edited By: | Updated on: Feb 14, 2022 | 2:49 PM

GlennMaxwell: તમિલ (Tamil)માં લખેલા વેડિંગ કાર્ડ મુજબ ગ્લેન મેક્સવેલ (GlennMaxwell) અને વિની રમન મેલબોર્નમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ 27 માર્ચે તેની ભારતીય મૂળની મંગેતર વિની રામન સાથે લગ્ન કરશે.

તમિલ બ્રાહ્મણ છોકરી વિનીનો જન્મ અને ઉછેર મેલબોર્નમાં થયો

તમિલ (Tamil wedding invitation)માં લખેલા વેડિંગ કાર્ડ મુજબ આ લગ્ન કદાચ પરંપરાગત ભારતીય લગ્ન હશે, જે મેલબોર્નમાં પણ થવા જઈ રહ્યા છે. સ્થળ ડાઉનટાઉનમાં બ્લેકબર્ન રોડ પર વોગ બોલરૂમ છે. તમિલ બ્રાહ્મણ છોકરી વિનીનો જન્મ અને ઉછેર મેલબોર્નમાં થયો હતો. વિનીના જન્મ પહેલા તેના પિતા રામાનુજ દાસન અને માતા વિજયાલક્ષ્મી રમણ ઓસ્ટ્રેલિયા ગયા હતા. વિન્નીનું નામ વર્ષ 2019માં ચર્ચામાં આવ્યું, જ્યારે મેક્સવેલ (Australian cricketer Glenn Maxwell) એવોર્ડ્સમાં તેનો હાથ પકડીને જોવા મળ્યો હતો.

 

ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના

વિની અને મેક્સવેલે 13 માર્ચ, 2020ના રોજ મેલબોર્નમાં પરંપરાગત ભારતીય સમારોહમાં હાજરી આપી હતી. જ્યારે મેક્સવેલે (Australian cricketer Glenn Maxwell) વાદળી રંગની શેરવાની પહેરી હતી, તો વિન્ની લહેંગા પહેરેલી જોવા મળી હતી. તેમની ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના હતી, પરંતુ કોવિડ -19ની લહેર પછી લગ્નમાં વિલંબ થયો હતો.

વર્ષ 2017માં બંનેની મુલાકાત કેવી રીતે થઈ તે વિશે વધુ માહિતી નથી. વિનીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગ્લેન મેક્સવેલ સાથેની પોતાની એક તસવીર શેર કરી ત્યારે કેટલીક અફવાઓ ફેલાઈ ગઈ. ત્યારથી વિની સોશિયલ મીડિયા (Social media)પ્લેટફોર્મ પર મેક્સવેલ સાથેની તેની સુંદર પળોને શેર કરી રહી છે. તેનો ક્રિકેટર બોયફ્રેન્ડ ટૂંકા ફોર્મેટમાં તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.

આ પણ વાંચો : UP Assembly Election 2022: સીએમ યોગીએ કહ્યું, દેશ શરિયતથી નહીં બંધારણથી ચાલશે, ગઝવા-એ-હિંદનું સપનું પૂરું નહીં થાય