T20 World Cup:ફાઈનલ મેચમાં વિચિત્ર સંયોગ, ભારતનો સામનો કરનારી ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી

|

Nov 15, 2021 | 11:54 AM

ટી20 વિશ્વકપ 2021 ની ફાઇનલ (T20 World Cup 2021 Final) મેચ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand vs Australia) વચ્ચે દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ હતી. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટનો નવો ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના રુપમાં મળ્યો છે.

T20 World Cup:ફાઈનલ મેચમાં વિચિત્ર સંયોગ, ભારતનો સામનો કરનારી ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી
Team India

Follow us on

T20 World Cup:ઓસ્ટ્રેલિયાએ રવિવારે ટૂર્નામેન્ટની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત T20 ટાઈટલ જીત્યું છે. ટીમે પાંચ વખત ODI વર્લ્ડ કપ અને બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.

પાકિસ્તાનને હરાવીને ભારત પ્રથમ T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

આ આંકડા અનુસાર, 2007 અને 2016 વચ્ચે જે પણ ટીમે T20 વર્લ્ડ કપ (T20 World Cup)નો ખિતાબ જીત્યો હતો, તે નોકઆઉટ રાઉન્ડ પહેલા ટીમ ઈન્ડિયા સાથે ટકરાયો નહોતો. 2007માં આયોજિત પ્રથમ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો નોકઆઉટ રાઉન્ડ પહેલા સ્કોટલેન્ડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સામનો થયો હતો. ભારતે ગ્રૂપ રાઉન્ડની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને અંતે તેને હરાવીને ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું.

2009-2010માં પણ ભારતનો સામનો કરનારી ટીમ ચેમ્પિયન બની શકી ન હતી.

આ પછી, 2009 માં આયોજિત બીજી આવૃત્તિમાં, ભારતીય ટીમનો ગ્રુપ રાઉન્ડમાં બાંગ્લાદેશ, આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સામનો થયો હતો. આ પછી અંતે બીજા ગ્રુપમાં રહેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની હતી. 2010માં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલી ત્રીજી આવૃત્તિમાં પણ આવું જ થયું હતું. ભારતીય ટીમ નોકઆઉટ રાઉન્ડ પહેલા અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સાથે ટકરાઈ હતી અને ફાઈનલમાં ભારતના ગ્રુપમાં રહેલી ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સામે ફાઇનલમાં હારી ગઈ હતી.

શ્રીલંકા અને બાંગ્લાદેશની યજમાનીમાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો.

2012માં શ્રીલંકામાં આયોજિત T20 વર્લ્ડ કપની ચોથી આવૃત્તિમાં ટીમ ઈન્ડિયાએ નોકઆઉટ રાઉન્ડ પહેલા અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાનો સામનો કર્યો હતો. પરંતુ અંતે ટાઈટલ જીત બીજા ગ્રૂપમાં સમાવિષ્ટ વેસ્ટ ઈન્ડિઝના ફાળે ગઈ. આ સિલસિલો વર્ષ 2014માં પણ ચાલુ રહ્યો જ્યારે બાંગ્લાદેશે તેનું આયોજન કર્યું હતું. ભારતીય ટીમ ગ્રુપ રાઉન્ડમાં પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે. પરંતુ અંતે ટીમ ઈન્ડિયાને હરાવીને શ્રીલંકા પ્રથમ વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

છઠ્ઠી આવૃત્તિમાં પણ ઇતિહાસ ચાલુ રહ્યો

2016 માં ભારત દ્વારા આયોજિત છઠ્ઠા T20 વર્લ્ડ કપમાં, નોકઆઉટ રાઉન્ડ પહેલા, ભારતીય ટીમનો સામનો ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો સામે થયો હતો, પરંતુ અંતે વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો હતો.

આ વખતે પણ એવું જ રહેવાની આશા છે

વર્તમાન T20 વર્લ્ડ કપમાં, સુપર-12 રાઉન્ડમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડ સામે થયો હતો. આવી સ્થિતિમાં જૂના ટ્રેન્ડ પર નજર કરીએ તો ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જીતની સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે ફરી એકવાર કાંગારૂ ખિતાબી મુકાબલામાં કીવી ટીમને હરાવીને ટાઈટલ જીતી શકે છે.

 

આ પણ વાંચો : T20 World Cup: 34 વર્ષ પહેલા પિતાએ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા, હવે પુત્રે ઓસ્ટ્રેલિયા માટે આ જ કામ પાર પાડ્યુ

Next Article