Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારતનું આજનું શેડ્યૂલ, ટીમ ઈન્ડિયા આ પાંચ ઈવેન્ટમાં ભાગ લેશે

હાલમાં, આઠ ટીમો એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેડલની રેસમાં છે. ક્વાર્ટર ફાઇનલમાં વિજેતા ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલમાં વિજેતા ટીમો ફાઇનલ રમશે અને ગોલ્ડ માટે સ્પર્ધા કરશે.

Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારતનું આજનું શેડ્યૂલ, ટીમ ઈન્ડિયા આ પાંચ ઈવેન્ટમાં ભાગ લેશે
| Edited By: | Updated on: Sep 21, 2023 | 10:05 AM

હેંગઝોઉ એશિયન ગેમ્સની સત્તાવાર શરૂઆત 23 સપ્ટેમ્બરથી થવાની છે. જો કે, તે પહેલા જ કેટલીક ઇવેન્ટ્સની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે. 19 સપ્ટેમ્બરથી જ ફૂટબોલ અને વોલીબોલ સહિતની અનેક ઈવેન્ટ્સની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હતી. આ વખતે ભારતે એશિયન ગેમ્સ (Asian Games 2023)માં કુલ 655 ખેલાડીઓ મોકલ્યા છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે. ભારતે એશિયન ગેમ્સમાં પહેલાથી જ તેમના અભિયાનની શરૂઆત કરી દીધી છે જેમાં પુરુષોની વોલીબોલ ટીમ સૌથી વધુ પ્રભાવિત થઈ છે.

ભારતીય વોલીબોલ ટીમે મંગળવારે નીચલા ક્રમાંકિત કંબોડિયાને 3-0થી હરાવ્યું હતું. આ પછી, ટીમે બુધવારે અંતિમ પૂલ મેચમાં દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું, આથી તે ટોચ પર રહી. સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમને મંગળવારે યજમાન ચીન સામે 1-5થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 21મી સપ્ટેમ્બરને ગુરુવારે ભારતમાં પાંચ ઈવેન્ટમાં ભાગ લેશે.

આ પણ વાંચો : WWE wrestlersને કેટલી મળે છે સેલરી ? કોણ કમાય છે સૌથી વધારે પૈસા ?

ટીમ ઈન્ડિયા પાંચ ઈવેન્ટમાં ભાગ લેશે

જેમાં ક્રિકેટ, ફૂટબોલ, રોઇંગ અને સેઇલીંગ જેવી મહત્વની રમત સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરુવારે એશિયન ગેમ્સમાં પોતાની પ્રથમ મેચ રમશે. હાંગઝોઉ ગેમ્સમાં ક્રિકેટ નવ વર્ષ બાદ એશિયન ગેમ્સમાં પરત ફરી રહ્યું છે. ગુઆંગઝૂ 2010 અને ઇંચિયોન 2014માં ક્રિકેટ સ્પર્ધાઓ યોજાયા બાદ જકાર્તામાં 2018 એશિયન ગેમ્સમાંથી આ રમતને દૂર કરવામાં આવી હતી.

 

 

 

મહિલા ક્રિકેટ શરૂ થશે

આઠ ટીમો એશિયન ગેમ્સ 2023 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેડલની રેસમાં છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ક્વાર્ટર ફાઈનલ મેચ ગુરુવારે મલેશિયા સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યાથી હાંગઝોઉની ઝેજિયાંગ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પિંગફેંગ ક્રિકેટ ફિલ્ડમાં રમાશે.ક્વાર્ટર ફાઇનલમાં વિજેતા ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલમાં વિજેતા ટીમો ફાઇનલ રમશે અને ગોલ્ડ માટે સ્પર્ધા કરશે. તે જ સમયે, સેમિફાઇનલમાં હારનાર ટીમો વચ્ચે બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમાશે.આ રમતોમાં ક્રિકેટ ઉપરાંત ભારતીય ખેલાડીઓ એક્શનમાં રહેશે

ભારતનો સામનો ચીની તાઈપેઈ સામે

ભારતીય સમય અનુસાર સવારે 6.40 વાગ્યાથી ક્રિકેટ ઉપરાંત ઘણી રોઇંગ મેચો રમાશે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યાથી ભારતીય ટીમના કેટલાક એથ્લેટ્સ પણ અનેક સેલિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેશે. મેન્સ ફૂટબોલમાં ભારતીય ટીમ બપોરે 1 વાગ્યાથી ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. ચીન સામે હાર્યા બાદ ભારતે મેડલની રેસમાં ટકી રહેવા માટે બાંગ્લાદેશ સામેની મેચ જીતવી જરૂરી છે.ભારતીય મહિલા ફૂટબોલ ટીમ પણ સાંજે 5 વાગ્યાથી એક્શનમાં જોવા મળશે. મહિલા ફૂટબોલના ગ્રુપ સ્ટેજમાં ભારતનો સામનો ચીની તાઈપેઈ સામે છે. આ રીતે ગુરુવારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કુલ પાંચ ઈવેન્ટમાં એક્શનમાં જોવા મળશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:59 am, Thu, 21 September 23