Asian Games 2023 : ભારતે ફરકાવ્યો ધ્વજ, 41 વર્ષ બાદ આ રમતમાં પ્રથમ વખત જીત્યો ગોલ્ડ મેડલ

|

Sep 27, 2023 | 11:57 AM

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)માં ભારતે તેનો ત્રીજો ગોલ્ડ મેડલ equestrianમાં જીત્યો છે. આ વખતે એવી રમતમાં ગોલ્ડ જીત્યો છે જેના વિશે ઓછી અપેક્ષા હતી.ભારતે 41 વર્ષ બાદ આવો જ ઈતિહાસ રચ્યો છે.

Asian Games 2023 : ભારતે ફરકાવ્યો ધ્વજ,  41 વર્ષ બાદ આ રમતમાં પ્રથમ વખત જીત્યો ગોલ્ડ મેડલ

Follow us on

એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)માં ભારતે ઈતિહાસ રચ્યો છે. ત્રીજા દિવસે પણ ચીનની ધરતી પર ભારતનો તિરંગો ગર્વભેર લહેરાયો છે. અને તેનું કારણ છે તે રમત જેમાં ભારતે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 1982 પછી પહેલીવાર ઘોડેસવારી (equestrian)માં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ઘોડેસવારી એવી ઘટના હતી જેમાં કોઈ મેડલની આશા ઓછી હતી, ભારત તરફથી ગોલ્ડની આશા તો છોડો. આ રમતના ખેલાડીઓએ અપેક્ષાઓથી આગળ વધીને ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો : Ind Vs Aus: આર અશ્વિન અંગે આજે લેવાશે નિર્ણય, તે ટીમમાં નહીં હોય તો પણ વર્લ્ડ કપનો બનશે ભાગ !

ભારત માટે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર

ઘોડેસવારોમાં સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંહ, હૃદય છેદા અને અનુષ અગ્રવાલાના નામનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ ગોલ્ડ જીત્યાના થોડા સમય બાદ, ભારતે આ જ રમતની સિંગલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ઘોડેસવારીમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા હતા

ભારતે ઘોડેસવારીમાં 209.205% સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો. 19મી એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે. આ પહેલા ભારતે શૂટિંગમાં એક અને મહિલા ક્રિકેટમાં બીજો ગોલ્ડ જીત્યો હતો. ઘોડેસવારીની ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અનુષ અગ્રવાલાએ આ જ રમતની એક જ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે હૃદય છેડાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઘોડેસવારી પહેલા, સેલિંગમાં પણ 2 મેડલ જીત્યા

ઘોડેસવારી પહેલા ભારતે સેલિંગમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. ભારત માટે મેડલનો આ આંકડો મોટો હોત જો તે શૂટિંગ અને પછી જુડોમાં મેડલ જીતવાનું ચૂકી ગયો ન હોત.

આ ગેમ્સમાં મેડલની આશા છે

19મી એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ઘણી એવી રમતો જોવા મળી હતી જેમાં ભારત મેડલ જીતી શક્યું નથી, મેન્સ હોકીમાં ભારતે સિંગાપોરને 16-1ના મોટા માર્જિનથી હરાવ્યું. સ્ક્વોશમાં મહિલા ખેલાડીઓએ પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. સ્ક્વોશના પુરૂષ વર્ગમાં પણ ભારતે 3-0થી જીત મેળવી હતી. બધાની નજર વોલીબોલ રમત પર હશે, જ્યાં ભારત 5માં સ્થાન માટે પાકિસ્તાન સામે ટકરાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:33 am, Wed, 27 September 23

Next Article