Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે ગોલનો કર્યો વરસાદ, બાંગ્લાદેશને 9-0થી હરાવી પ્રથમ જીત નોંધાવી, દિલપ્રિતની હૈટ્રિક

|

Dec 15, 2021 | 6:48 PM

ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક મેડલ જીત્યા બાદ ભારતીય ટીમ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહી છે. ટીમની શરૂઆત ટૂર્નામેન્ટમાં સારી રહી નહતી અને કોરિયાની વિરૂદ્ધ પ્રથમ જ મેચમાં 2-2થી ડ્રો માટે મજબૂર થવું પડ્યું હતું.

Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે ગોલનો કર્યો વરસાદ, બાંગ્લાદેશને 9-0થી હરાવી પ્રથમ જીત નોંધાવી, દિલપ્રિતની હૈટ્રિક

Follow us on

ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy)માં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. ઢાકામાં મંગળવારે 14 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટની બીજી મેચમાં ભારતે મેઝબાન બાંગ્લાદેશને 9-0થી હરાવ્યું. અને ટૂર્નામેન્ટમાં પોતાનું ખાતુ ખોલ્યુ. ટોક્યો ઓલિમ્પિક 2020ની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમને તેની પહેલી જ મેચમાં કોરિયા સામે 2-2થી રમવું પડ્યું હતું.

 

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ત્યારબાદ ભારતે પોતાનાથી નબળા બાંગ્લાદેશ સામે વાપસી કરી અને જોરદાર સ્કોર કરીને પ્રથમ જીત નોંધાવી. ભારત માટે દિલપ્રિત સિંહે હેટ્રિક કરી, જ્યારે જરમનપ્રિત સિંહે પણ 2 ગોલ કર્યા. ભારતે મેચના ચાર ક્વાર્ટરમાં ગોલ કર્યા પણ ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ખાસ કરીને ગોલ કરીને સરળ જીત નોંધાવી.

 

 

ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક મેડલ જીત્યા બાદ ભારતીય ટીમ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહી છે. ટીમની શરૂઆત ટૂર્નામેન્ટમાં સારી રહી નહતી અને કોરિયાની વિરૂદ્ધ પ્રથમ જ મેચમાં 2-2થી ડ્રો માટે મજબૂર થવું પડ્યું હતું. આવી સ્થિતિમાં ભારતને બીજી મેચમાં જોરદાર વાપસીની જરૂર હતી અને ભારતે આવું જ કર્યું. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં જ જોરદાર શરૂઆત કરી અને પ્રથમ 10 મિનિટમાં જ ભારતને 4 પેનલ્ટી કોર્નર મળી ગયા હતા. જો કે તેઓ તેને ગોલમાં પરિવર્તિત કરવામાં સફળ થયા ન હતા. પરંતુ 12મી મિનિટે દિલપ્રીત સિંહે ફિલ્ડ ગોલ કરીને ભારત 1-0 આગળ રહ્યું.

 

 

દિલપ્રિતની હૈટ્રિક

બીજા ક્વાર્ટરમાં પણ ભારતે અનેક હુમલા કર્યા અને ટીમની લીડ બમણી કરવાનું કામ 22મી મિનિટે દિલપ્રીત સિંહે ફરી એક વખત બમણું કર્યું. આ ક્વાર્ટરમાં લલિત ઉપાધ્યાયે 28મી મિનિટમાં પણ ગોલ કરી ભારતની લીડને 3-0 કરી દીધી. મેચનું ત્રીજી ક્વાર્ટર પણ આ પ્રકારે ચાલ્યું અને એક વખત ફરી ભારતે ગોલ કર્યો. આ વખતે જરમનપ્રિત સિંહ સ્ટાર રહ્યા, જેમને 33મી અને 43મી મિનિટમાં ગોલ કરી સ્કોરને 5-0 કરી દીધો. ત્રીજુ ક્વાર્ટર ખત્મ થયાની થોડી સેકન્ડ પહેલા જ દિલપ્રિતે ટીમનો છઠ્ઠો ગોલ કર્યો અને પોતાની હેટ્રિક પણ પુરી કરી લીધી.

 

મનદીપે પહેલો ગોલ કર્યો

ચોથા ક્વાર્ટરમાં પણ બાંગ્લાદેશને કોઈ તક ના મળી અને તે માત્ર ભારતીય ટીમના હુમલાને રોકવાના પ્રયત્નોમાં લાગેલું રહ્યું. જેમાં તેમને વધારે સફળતા ના મળી. આકાશદીપ સિંહે મેદાની ગોલ કર્યો, જ્યારે મનદીપ મોરે 55મી મિનિટમાં દેશ માટે પોતાનો પ્રથમ ગોલ કર્યો. હરમનપ્રીતે સ્કોરશીટમાં પોતાનું નામ લખાવ્યું તે પૂરતું ન હતું, તેણે 57મી મિનિટમાં ભારતના 13માં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી દીધો.

 

આ પણ વાંચો: Lakhimpur Violence: ‘દિમાગ ખરાબ હૈ ક્યા, બે’- પુત્ર પર સવાલ પુછાતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની ભડક્યા

Next Article