Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા કેવી રહેશે, આ મોટા સવાલનો જવાબ હવે બધાની સામે છે. ભારતે તેની એશિયા કપ ટીમ પસંદ કરી છે. અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારો દિલ્હીમાં મળ્યા અને આ મોટું કામ પાર પાડ્યું. આ દરમિયાન ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતા. 30 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.ભારતીય પસંદગીકારોએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.
Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, Tilak Varma, KL Rahul, Ishan Kishan, Hardik Pandya (VC), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel, Kuldeep Yadav, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Prasidh Krishna
Traveling stand-by…
— BCCI (@BCCI) August 21, 2023
એશિયા કપ ટુર્નામેન્ટની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થશે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરના રોજ પોતાની પ્રથમ મેચ રમશે. ભારતની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાશે. બંનેની ટક્કર શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં થશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ટ્રોફી માટે સંઘર્ષ કરશે, જેમને એ અને બી એમ બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન બંનેનો ગ્રુપ એ માં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપના કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરના પાકિસ્તાન સામે અને 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે રમાશે.
સુપર 4 માં 10 સપ્ટેમ્બરના રોજ પણ થઇ શકે છે ભારત અને પાકિસ્તાનની ટક્કર. ગ્રુપ એ ની ટોપ 2 ટીમ કોલંબોમાં ટકરાશે. એટલે કે ભારત અને પાકિસ્તાનની ફરીથી મેચ થવાની સંપૂર્ણ સંભાવના છે. જ્યારે 12 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ એ માં બીજા સ્થાન પરની ટીમ બી ગ્રુપની ટોપ ટીમ સામે રમશે જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ બી ગ્રુપની બીજા નંબરની ટીમ સામે રમશે.
Here’s the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 #TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ. સંજુ સેમસન (બેકઅપ)
Published On - 1:30 pm, Mon, 21 August 23