
Argentina beat England in FIFA World Cup 2026 semi-final: ફિફા વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલમાં આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. એટલાન્ટા સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ રસાકસી ભરી મેચમાં આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. આ જીત સાથે, આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ક્યારેય ના હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો. આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટક્કર માત્ર ફૂટબોલનો રોમાંચ જ નહીં પરંતુ અનેક ઉતાર ચડાવ પણ જોવા મળ્યો હતો.આની સાથે બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી અને બોલાચાલી મેચમાં ગરમા ગરમી જોવા મળી હતી. એક પણ ગોલ કર્યા વિના લિયોનેલ મેસ્સી આર્જેન્ટિના માટે હીરો તરીકે ઉભરી આવ્યો છે. એક સમયે આર્જેન્ટિના 0-1થી પાછળ હતુ.
આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની ફિફા વર્લ્ડ કપ 2026 ની બીજી સેમિફાઇનલ તણાવથી ભરેલી રહેલી હતી. શરૂઆતથી જ બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી અને બોલા ચાલી ચરમસીમાએ હતા. આ વર્તન આર્જેન્ટિનાના ખેલાડીઓએ શરૂ કર્યું હતું, પરંતુ જેમ જેમ ઇંગ્લેન્ડના ખેલાડીઓએ પણ સામે પ્રતિભાવ આપવાનું શરુ કરતા જ મેદાનમાં મેચ દરમિયાન ભારે ગરમા ગરમી જોવા મળી હતી. ઉત્તેજના સભર આ મેચના પહેલા હાફમાં જ કુલ 19 ફાઉલ નોંધાયા હતા, જેમાં 7 ફાઈલ તો પહેલી 10 મિનિટમાં થયા હતા. મેચ સમાપ્ત થયા પછી પણ બંને ટીમો વચ્ચે પણ અણબનાવ ચાલુ રહ્યો હતો.
આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલનો પ્રથમ હાફ ગોલ રહિત સમાપ્ત થયો. ઇંગ્લેન્ડે 55મી મિનિટમાં બીજા હાફની શરૂઆતમાં એન્થોની ગોર્ડનના પ્રયાસથી શરૂઆતનો ગોલ કર્યો, જેનાથી તેમને 1-0 ની લીડ મળી. તે ગોલ ચોક્કસપણે આર્જેન્ટિના પર દબાણ લાવ્યો હતો. જોકે, દબાણ હેઠળ સફળતા મેળવનારાઓ દ્વારા ઇતિહાસ રચાય છે, અને આર્જેન્ટિનાની ટીમે તે બરાબર સાબિત કર્યું.
ઇંગ્લેન્ડ 84મી મિનિટ સુધી 1-0થી આગળ હતું. પછી, મેસ્સીનો જાદુ કામમાં આવ્યો. એક જ ક્ષણમાં, ઇંગ્લેન્ડ એટલું પાછળ પડી ગયું કે તેઓ વર્લ્ડ કપ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું. એન્ઝો ફર્નાન્ડીઝે 85મી મિનિટે મેસ્સીની સહાયથી આર્જેન્ટિનાનો પહેલો ગોલ કર્યો. મેચ 1-1થી બરાબર રહી હતી. પરંતુ નવ મિનિટનો સ્ટોપેજ સમય ઉમેરવામાં આવ્યો ત્યારે મેસ્સીએ 92મી મિનિટે બીજીવાર આર્જેન્ટિના માટે ગોલ ફટકારવાની તક સર્જી હતી.મેસીની સહાયથી માર્ટિનેઝ ગોલ કરી શક્યો અને આર્જેન્ટિનાને 2-1ની લીડ અપાવી. મેસ્સીને તેના બે સહાય માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો. આ બે સહાય સાથે, મેસ્સીએ તેના ફિફા વર્લ્ડ કપ કારકિર્દીમાં કુલ 12 ગોલ માટેની સહાય કરી હતી. જે એક રેકોર્ડ છે.
ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં આર્જેન્ટિનાએ ક્યારેય સેમિફાઇનલ હાર્યું નથી. આ તેમની છઠ્ઠી સેમિફાઇનલ હતી, આર્જેન્ટિનાએ પોતાનો સંપૂર્ણ રેકોર્ડ જાળવી રાખ્યો હતો. હવે આર્જેન્ટિના 20 જુલાઈના રોજ ફાઇનલમાં સ્પેન સામે ટકરાશે, જ્યારે ઇંગ્લેન્ડ 19 જુલાઈના રોજ ત્રીજા સ્થાન માટે પ્લે-ઓફમાં ફ્રાન્સ સામે ટકરાશે.