Tokyo paralympics :અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે, IPCએ કહ્યું – એકતાનો સંદેશ આપશે

|

Aug 24, 2021 | 12:26 PM

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાની ત્યાંના ખેલાડીઓની આશા સમાપ્ત થઈ ગઈ છે. જો કે આઇઓસી અફઘાનિસ્તાનને હજુ પણ પોતાનો ભાગ માને છે.

Tokyo paralympics :અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે, IPCએ કહ્યું - એકતાનો સંદેશ આપશે
અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે

Follow us on

Tokyo paralympics :અફઘાનિસ્તાન પર તાલિબાનના રાજ બાદ ત્યાંના ખેલાડીઓની કારકિર્દી મુશ્કેલીમાં છે. અફઘાનિસ્તાનના ખેલાડીઓ મંગળવારથી શરૂ થઈ રહેલી ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo paralympics)માં ભાગ લેવાના હતા પરંતુ હવે એવું થશે નહીં. જોકે IPC આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (International Paralympic Committee)હજુ પણ આ દેશને પોતાનો ભાગ માને છે.

તેને અફઘાનિસ્તાનના ખેલાડીઓ માટે દુખ છે. આઈપીસીના વડા એન્ડ્રુ પાર્સન્સે સોમવારે કહ્યું કે, ટોક્યો ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં દેશનો ધ્વજ (afghanistan flag) “એકતાના સંકેત” તરીકે બતાવવામાં આવશે.્

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ રાજધાની કાબુલથી તમામ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે ત્યાંના ખેલાડી (Player)ઓને ગેમ્સમાંથી ખસી જવાની ફરજ પડી હતી. પાર્સન્સે એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના હાઇ કમિશનરની કચેરીના પ્રતિનિધિઓ મંગળવારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ધ્વજ (અફઘાનિસ્તાન) નેશનલ સ્ટેડિયમ સુધી લઇ જશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અફઘાનિસ્તાનના ધ્વજનો સમાવેશ કરવામાં આવશે

“અમે એકજુથતાના સંદેશ સાથે સમારોહમાં અફઘાન ધ્વજ(afghanistan flag)ને સામેલ કરીશું અને અમે યુએન શરણાર્થીઓનાં હાઇ કમિશનરને ધ્વજવાહકની ભૂમિકા નિભાવવા માટે આમંત્રિત કર્યા છે.” પાર્સન્સે કહ્યું. તે અફઘાનિસ્તાનમાંથી લાયકાત મેળવનાર પ્રથમ મહિલા પેરા-એથ્લેટ બની. તે અહીં ટીમના સાથી હુસેન રાસોલી સાથે સ્પર્ધા કરવાની હતી.

પાર્સને કહ્યું, ‘તે એકતાનો સંદેશ મોકલવાનો છે. અમે ગઈકાલે બોર્ડની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. આ બતાવવું જરૂરી છે કારણ કે, અમે વિશ્વને એકતા અને શાંતિનો સંદેશ આપીએ છીએ.અમે અહીં તેમની ભાગીદારી ઇચ્છતા હતા પરંતુ કમનસીબે તે શક્ય નથી. .

પેરાલિમ્પિક ગેમ્સમાંથી ભારતને ઘણી આશાઓ

પેરાલિમ્પિક્સમાં તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાદ, ભારત મંગળવારથી શરૂ થતી પેરાલિમ્પિક રમતોમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 54 ખેલાડીઓની ટુકડી આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં પ્રથમ વખત દેશને બે આંકડાનો મેડલ આપી શકે છે. છે.

રિયો 2016 પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા સ્ટાર જેવેલિન ફેંકનાર દેવેન્દ્ર ઝાઝડિયા અને હાઇ જમ્પ સ્ટાર મરિયપ્પન થંગાવેલુ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડીનું નેતૃત્વ કરશે. ભારત આ રમતોમાં પાંચ ગોલ્ડ મેડલ સહિત ઓછામાં ઓછા 15 મેડલની અપેક્ષા રાખે છે.

તાલિબાને કાબુલ પર કબજો કર્યો હતો. ત્યારથી, મોટી સંખ્યામાં લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. કાબુલ સહિત દેશના મોટા શહેરો તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યા છે. તાલિબાન લડવૈયાઓએ કંધાર, હેરત જેવા મોટા શહેરોનો કબજો લઈ લીધો છે અને તાલિબાનનો ધ્વજ ફરકાવ્યો છે. તાલિબાનોના કબજા બાદ આ શહેરોમાં ભયનું વાતાવરણ છે. તાલિબાને કહ્યું છે કે તે ઇસ્લામિક કાયદાની મર્યાદામાં રહીને રાજ કરશે.

આ પણ વાંચો : paralympics 2020 : દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પેરા એથ્લેટ્સને હીરો ગણાવ્યા, કહ્યુ આપણા બધા માટે પ્રેરણારૂપ

Next Article