વિરાટ કોહલી (Virat Kohli) વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેની ફેન ફોલોઈંગ પણ પૂરતી છે. વિરાટ કોહલીને લઈને લોકોનો ક્રેઝ ઘણો વધારે છે અને તાજેતરમાં જ વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. સુરત (Surat)ના એક બિઝનેસમેને કોહલીને બેટ ગિફ્ટ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ આ કોઈ સામાન્ય બેટ નથી પરંતુ લાખો રૂપિયાની કિંમતનું બેટ છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ આ બેટ હીરાનું છે. સુરતના ઉદ્યોગપતિએ કોહલીને ડાયમંડ બેટ (Diamond Bat) ગિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
કોહલીને આપવામાં આવનાર આ બેટ 1.04 કેરેટ ઓરિજિનલ ડાયમંડનું હશે. આ બેટ 15 મીટર લાંબું અને પાંચ મીટર પહોળું હશે, જેની કિંમત 10 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ડાયમંડ ટેક્નોલોજી એક્સપર્ટ અને લેક્સસ સોફ્ટમેક કંપનીના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રી આ બેટ બનાવવાની પ્રક્રિયાની દેખરેખ રાખશે.
A business man from Surat set to gift a 1.04 carat diamond studded bat ahead of the World cup to Virat Kohli.
It cost around 10 Lakhs. [India Today] pic.twitter.com/6S1MjCo1Cg
— Johns. (@CricCrazyJohns) August 18, 2023
ઉત્પલે જણાવ્યું કે જે વ્યક્તિ કોહલીને આ બેટ ગિફ્ટ કરવા માંગે છે, તે તેને લેબમાં બનાવેલ હીરા નહીં પણ કુદરતી હીરાથી બનેલું બેટ આપવા માંગે છે. તેમણે કહ્યું કે આ અંગે તેમને કડક સૂચના આપવામાં આવી છે. કોહલીને અનેક પ્રકારની ગિફ્ટ્સ મળી હશે પરંતુ ચોક્કસથી આ ગિફ્ટ તેના માટે ઘણી અલગ અને ખાસ હશે. જે વ્યક્તિ કોહલીને ગિફ્ટ કરવા માંગે છે તે કોહલીનો મોટો ફેન છે અને ઘણા વર્ષોથી તેને ફોલો કરી રહ્યો છે.
આ પણ વાંચો : PCBએ એશિયા કપ માટે જય શાહને મોકલ્યું આમંત્રણ, BCCI સેક્રેટરી બદલશે પ્લાન?
વિરાટ કોહલી અત્યારે આરામ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ કોહલી હવે 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં સીધો દેખાશે. આ ટૂર્નામેન્ટ કોહલી અને ભારત બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીની કસોટી કરશે.
એશિયા કપ 2023માં ભારતે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. આ પછી વર્લ્ડ કપ છે અને કોહલી ભારતમાં જ રમાતા આ વર્લ્ડ કપમાં ચમકવાનો પ્રયાસ કરશે.
Published On - 9:28 am, Sat, 19 August 23