1983 World Cup:’मार के मरने का है’, જ્યારે કપિલ દેવે સૈયદ કિરમાણીના કહેવા પર 175 રન ફટકાર્યા

|

Dec 23, 2021 | 4:16 PM

મુંબઈમાં 1983ની વિશ્વ વિજેતા ટીમના ખેલાડીઓ માટે ફિલ્મનો સ્પેશિયલ પ્રીમિયર યોજાયો હતો. જેમાં લગભગ તમામ 1983 World Cup ખેલાડીઓએ ભાગ લીધો હતો.

1983 World Cup:मार के मरने का है, જ્યારે કપિલ દેવે સૈયદ કિરમાણીના કહેવા પર 175 રન ફટકાર્યા
1983 World Cup Kapil Dev (FILE PHOTO)

Follow us on

1983 World Cup: ભારતના 1983 વર્લ્ડ ચેમ્પિયન (1983 ODI World Cup)માં કેપ્ટન કપિલ દેવની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી. કપિલે ઝિમ્બાબ્વે સામે કરો યા મરો મેચમાં 175 રન બનાવ્યા હતા. કપિલ(Kapil Dev)ની આ ઇનિંગ પછી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો અને તે પછી જે થયું તે ઇતિહાસના પાનામાં નોંધાયેલું છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ જેવી અજેય ટીમને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતની આ જીત પર રણવીર સિંહ(Ranveer Singh) ની ફિલ્મ 83 આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા મુંબઈમાં 1983ની વિશ્વ વિજેતા ટીમના ખેલાડીઓ માટે ફિલ્મનો સ્પેશિયલ પ્રીમિયર યોજાયો હતો. જેમાં લગભગ તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

રણવીર સિંહની ફિલ્મ ’83’નું તાજેતરમાં લૉન્ચ થયેલું ઑફિશિયલ ટ્રેલર દર્શકોને જૂન 18, 1983 પર લઈ જાય છે. સ્થળ Tunbridge Wells છે અને વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા સામે સતત બે મેચ હાર્યા બાદ ભારત ઝિમ્બાબ્વેનો સામનો કરી રહ્યું છે. ત્યારે ડ્રેસિંગ રૂમમાંથી એક અવાજ આવે છે, જે કપિલ દેવને કહે છે કે અમારી શરૂઆત ખરાબ રહી છે. ‘કેપ્સ ઇટ્સ ટુ ટાઉન’ સાંભળીને કેપ્ટન કપિલ (Kapil Dev) કહે છે, ‘મને નહાવા દો’.

ટૂંક સમયમાં સ્કોર 9/4 અને 17 પર 5 થઈ જાય છે. ભારતનું વર્લ્ડ કપમાંથી બહાર થવાનું જોખમ છે. આ નિર્ણાયક તક પર, કપિલ દેવ બેટિંગ કરવા માટે બહાર આવે છે અને 175 રનની એવી ઈનિંગ્સ રમે છે, જે ODI ક્રિકેટના ઈતિહાસમાં લખાય જાય છે. કપિલની 175 રનની આ ઇનિંગ ભારત માટે વનડેમાં પ્રથમ સદી પણ હતી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કિરમાણીએ કપિલ દેવને કેવી રીતે પ્રોત્સાહિત કર્યા?

કપિલ દેવની આ ઐતિહાસિક ઇનિંગ સાથે જોડાયેલી ઘણી વાતો છે. તેમાંથી એક સૈયદ કિરમાણીએ ફિલ્મ સંબંધિત એક કાર્યક્રમમાં સંભળાવ્યું હતું. કપિલે તેની 175 રનની ઇનિંગ દરમિયાન સૈયદ કિરમાની સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

કપિલની ઈનિંગ્સ વિશે વાત કરતાં કિરમાણીએ કહ્યું કે, જ્યારે હું મેદાનમાં ગયો તો કપિલ માથું નમાવીને ઊભો હતો. તે 60 ઓવરની મેચ હતી અને અમારી ઇનિંગમાં 35 ઓવર બાકી હતી. મેં કપિલને કહ્યું, આ અમારા માટે કરો યા મરો મેચ છે અને આપણે મરવું નથી. આપણે મારીને મરવાનું છે.

મેં તેને એમ કહીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો, ‘તમે (કપિલ) ભારતીય ટીમમાં શ્રેષ્ઠ હિટર છો. હું એક રન લઈશ અને તમને સ્ટ્રાઈક આપીશ. તમે દરેક બોલને ફટકારવાનો પ્રયત્ન કરશો.” ત્યારે કપિલે કહ્યું, “કિરી ભાઈ, આપણે વધુ 35 ઓવર રમવાની છે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.” તે પછી જે થયું તે ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે. કપિલ દેવે 175 રનની ઇનિંગ રમી હતી. જે હજુ પણ ભારતીય ક્રિકેટના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ODI ઈનિંગ્સમાંથી એક છે.

 

આ પણ વાંચો : UP: પ્રિયંકા ગાંધીએ અયોધ્યા મંદિર માટે જમીન ખરીદી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- દલિતોની જમીન પર કરવામાં આવ્યો કબજો

Next Article