Golden Girl: 13 વર્ષની નિશિયાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સ્કેટબોર્ડિંગની સ્ટ્રીટ ઈવેન્ટને ઓલિમ્પિકમાં પ્રથમવાર સામેલ કરાઈ

ઓલિમ્પિક (Olympic)માં પ્રથમ વખત સ્કેટબોર્ડિંગ (Skateboarding)રમતને સામેલ કરવામાં આવી છે. ત્યારે જાપાનની 13 વર્ષીય ખેલાડી નિશિયાએ ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડિંગ ( Olympics Skateboarding )માં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં મોટાભાગના ખેલાડીની ઉંમર 16 વર્ષથી ઓછી છે.

Golden Girl: 13 વર્ષની નિશિયાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સ્કેટબોર્ડિંગની સ્ટ્રીટ ઈવેન્ટને ઓલિમ્પિકમાં પ્રથમવાર સામેલ કરાઈ
13 year old Japanese girl wins gold in Olympic skateboarding
| Edited By: | Updated on: Jul 27, 2021 | 1:23 PM

Golden Girl : એક જ રમતમાં 13 વર્ષની બે છોકરીઓએ મચાવી ધમાલ, એક જીત્યો ગોલ્ડ તો બીજાએ સિલ્વર મેડલ (Silver medal)જીત્યો છે. ત્રણેય ખેલાડી (Player)ઓનો આ પ્રથમ મેચ હતો અને તેમના પ્રથમ ઓલિમ્પિક ( Olympics)માંમાં ત્રણેય ખેલાડીઓ છવાઈ હતી. તેમણે દેશ માટે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના ચોથા દિવસે કિશોરીઓ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. એક જ રમતમાં 13-13 વર્ષની બે છોકરીઓએ ધમાલ મચાવી હતી. તેણે ઓલિમ્પિકમાં પ્રથમ વખત સામેલ થયેલી સ્કેટબોર્ડિંગ ( skateboarding)ની સ્ટ્રીટ ઈવેન્ટમાં આ ગોલ્ડ મેડલ જીત્યો છે. જેમાં ગોલ્ડ મેડલ (Gold medal)જાપાનની નિશિયા મોમોજી (NISHIYA Momiji) તો સિલ્વર મેડલ બ્રાઝિલ (Brazil)ની રાયસા લીલે કબ્જો કર્યો હતો. આ બંન્ને ખેલાડીઓની ઉંમર માત્ર 13 વર્ષની છે. નિશિયા મોમોજી ઓલિમ્પિકની આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી જાપાનની પ્રથમ સ્કેટબોર્ડર પણ છે.


મહિલાના સ્કેટબોર્ડિંગ( skateboarding) ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પર પણ જાપાને કબ્જો કર્યો હતો. જેને 18 વર્ષની ફુના નાકાયામાએ જીત્યો હતો. આ ત્રણ ખેલાડીઓની આ પ્રથમ ઓલિમ્પિક હતી અને તેમના પહેલા જ ઓલિમ્પિકમાં ત્રણેય ખેલાડી છવાઈ હતી.

13 વર્ષની ગોલ્ડન અને સિલ્વર ગર્લ

સ્કેટબોર્ડિંગ( skateboarding) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ જાપાનની નિશિયા મોમોજીની આંખમાં આસું આવ્યા હતા કારણ કે, મોમોજી માટે આ સફળતા ખુબ મોટી હતી. પોતાની પ્રથમ ઓલિમ્પિક ( Olympics)માં ગોલ્ડન જીત્યો એ સામાન્ય વાત નથી .બ્રાઝિલ (Brazil) રાયસા લીલ, જેમણે મહિલા સ્કેટબોર્ડિંગને સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે 8 વર્ષની વયે જ પ્રકટિસ શરુ કરી હતી. 5 વર્ષની મહેનતનું પરિણામ પણ તેમને મળી ગયુ છે.
રાયસા લીલને બ્રાઝીલમાં સ્કેટબોર્ડિંગની રાણી કહેવામાં આવે છે. તેમણે વર્ષ 2015માં સ્કેટબોર્ડિંગ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો :Indian hockey : ભારતીય પુરુષ હોકી ટીમે સ્પેનને 3-0થી પછાડ્યું, રુપિન્દ્ર સિંહ રમતના હીરો બન્યા