સુરત : એથર ઇન્ડસ્ટ્રીઝના શેર 52 સપ્તાહના તળિયે પટકાયા, દુર્ઘટના બાદ શેરમાં ભારે વેચાણ

એથર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે 30 નવેમ્બરએ પણ નુકસાન નોંધાઈ રહ્યું છે. માત્ર  બે સત્રોમાં શેર 10 ટકા ઘટ્યો છે કારણ કે કેમિકલ ઉત્પાદક કંપનીના સુરત યુનિટમાં આગ લાગવાથી 7  લોકોના મોત થયા હતા અને 20 કામદાર સારવાર હેઠળ છે.

સુરત : એથર ઇન્ડસ્ટ્રીઝના શેર 52 સપ્તાહના તળિયે પટકાયા, દુર્ઘટના બાદ શેરમાં ભારે વેચાણ
| Updated on: Nov 30, 2023 | 12:10 PM

એથર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે 30 નવેમ્બરએ પણ નુકસાન નોંધાઈ રહ્યું છે. માત્ર  બે સત્રોમાં શેર 10 ટકા ઘટ્યો છે કારણ કે કેમિકલ ઉત્પાદક કંપનીના સુરત યુનિટમાં આગ લાગવાથી 7  લોકોના મોત થયા હતા અને 20 કામદાર સારવાર હેઠળ છે.

29 નવેમ્બરે સવારે આગની જાણ કરવામાં આવી હતી અને કંપનીએ એક્સચેન્જોને જણાવ્યું હતું કે 25 લોકો ઘાયલ થયા હતા પરંતુ મીડિયા રિપોર્ટમાં પોલીસના નિવેદનને ટાંકવામાં આવ્યું હતું કે 7 લોકો મૃત્યુ પામ્યા હતા. કંપનીના ઉત્પાદન અને આવકની સંભાવનાઓ પર આગની અસર વિશે રોકાણકારો પણ ચિંતિત હતા.

આજે સવારે 11.51 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર એથર ઇન્ડસ્ટ્રીઝનો શેર  794.00 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જે સમયે 35.40 રૂપિયા અથવા ટકા નુકસાન નોંધાયું હતું. અગાઉના સત્રમાં પણ 8 ટકાથી વધુ ઘટાડા સાથે સ્ક્રીપટ  બંધ થઈ હતી.

સમગ્ર સ્પેશિયાલિટી કેમિકલ્સ સેક્ટરની સતત માંગમાં મંદીના કારણે તાજેતરના મહિનાઓમાં સ્ટોક દબાણ હેઠળ રહ્યો છે. એથર ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા ત્રણ મહિનામાં 19 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે.

કંપનીએ Q2 ચોખ્ખા નફામાં 39 ટકાનો ઉછાળો નોંધાવ્યો હોવા છતાં આવકમાં 22 ટકાનો વધારો થયો છે. જો કે સમગ્ર સ્પેશિયાલિટી કેમિકલ્સ સેક્ટર વિદેશી બજારમાં ધીમી માંગ અને ચીન દ્વારા કેમિકલના ભાવમાં ઘટાડો કરવાના દબાણ હેઠળ ઝઝૂમી રહ્યું છે વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે સૌથી ખરાબ પાછળ છે.

શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પટકાયો

એથર ઇન્ડસ્ટ્રીઝનો શેરઘટીને NSE પર તેની 52-સપ્તાહની નીચી સપાટી રૂ. 792.60 પર પહોંચ્યો, સુરતમાં તેની સ્ટોરેજ ટાંકીમાં બ્લાસ્ટ થતાં સાત લોકોના મોત અને 24 ઘાયલ થયા પછી સતત બીજા દિવસે ઘટાડાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. બુધવારે વહેલી સવારે ક્યાં કારણે વિસ્ફોટ થયો હતો તેનું સ્પષ્ટ નક્કી કરવામાં આવ્યું નથી તેમ શહેરના ફાયર અધિકારી ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે આગ સંપૂર્ણ બુઝાવી દેવામાં આવી હતી.

Aether Industries Ltd ના શેરની સ્થિતિ

સમયગાળો સ્થિતિ
Open 829.4
High 831.5
Low 792.6
Mkt cap 10.52TCr
P/E ratio
Div yield
52-wk high 1,209.00
52-wk low 792.6

આ પણ વાંચો : Surat Breaking News : સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:07 pm, Thu, 30 November 23