
Closing Bell – NDA સરકારની રચનાની જાહેરાતને કારણે બજારે ફરી વેગ પકડ્યો, સેન્સેક્સ, નિફ્ટી 3%થી વધુના ક્લોઝિંગ બેલ સાથે બંધ – ગઈકાલના ઘટાડા પછી, નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી હતી. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડાઈસિસમાં ખરીદારી જોવા મળી હતી. FMCG ઇન્ડેક્સમાં 4% થી વધુનો વધારો જોવા મળ્યો હતો. ફાર્મા, એનર્જી ઇન્ડેક્સ લગભગ 3% ના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા. સેન્સેક્સ 2303 પોઈન્ટ વધીને 74,382 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 736 પોઈન્ટ વધીને 22,620 પર બંધ રહ્યો હતો.
લોકસભા ચૂંટણીની મતગણતરીના દિવસે જે રીતે વેચાણ થયું હતું, તેવી જ સ્થિતિ 2004ની લોકસભા ચૂંટણી વખતે પણ હતી. જ્યારે અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન સરકારનો પરાજય થયો હતો, તે સમયે શેરબજારમાં મોટા પાયે વેચવાલી થઈ હતી અને તે સ્થિતી 4 જૂન, 2024 ના દિવસે બની.પરંતુ આજે શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ફરીથી સરકાર બનાવવા માટે લગભગ તૈયાર છે. માનવામાં આવે છે કે આંધ્રપ્રદેશમાંથી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) અને ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP) સરકારને સમર્થન આપશે. આ કારણે મોદી સરકાર ફરી રિપીટ થશે અને નીતિઓમાં ઓછા ફેરફાર થશે. જે બજાર માટે સકારાત્મક સંકેત છે.
આજે BSE સેન્સેક્સના 30 શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા છે. 7.75% ના વધારા સાથે, ઇન્ડસઇન્ડ બેંકના શેર ટોપ ગેનર્સની યાદીમાં નંબર 1 પર છે. આ સિવાય ટાટા સ્ટીલ(Tata Steel), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ((M&M), બજાજ ફાઇનાન્સ(Bajaj Finance), કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ના શેરો ટોચના ગેઇનર હતા. આ તમામ શેર 4 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે.
ટોપ લૂઝરની વાત કરીએ તો નિફ્ટી50 પર માત્ર બે જ શેર લાલ નિશાનમાં બંધ થયા છે. પ્રથમ- લાર્સન એન્ડ ટુબ્રો(L&T), જે 0.10 ટકાના ઘટાડા સાથે બંધ થયો. બીજું, BPCL- જે 0.03 ટકાના ઘટાડા સાથે બંધ થયું.
આજે સૌથી મોટો ઉછાળો નિફ્ટી50 પર મેટલ શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલમાં 5.75 ટકાનો વધારો નોંધાયો છે. નિફ્ટી ઓટો 4.70 જ્યારે નિફ્ટી બેન્ક સેક્ટર પણ 4.53 ટકા ઉછળ્યો હતો. સૌથી ઓછો ઉછાળો OIL અને GAS સેક્ટરમાં જોવા મળ્યો હતો, જે 2.18 ટકા હતો.