Opening Bell : શેરબજારમાં કારોબારની મજબૂત શરૂઆત, Sensex 56242 ઉપર ખુલ્યો

|

Mar 10, 2022 | 9:23 AM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત દિગ્ગ્જ સ્ટોકમાં થયેલા વધારાના પગલે બુધવારે શેરબજાર વધારો નોંધાવી બંધ થયું હતું. મુખ્ય સૂચકાંક (Sensex and nifty) 2 ટકાથી વધુ વધ્યા છે. સેન્સેક્સ 1223 પોઈન્ટ વધીને 54,647 પર અને નિફ્ટી 332 પોઈન્ટ વધીને 16,345 પર બંધ રહ્યો હતો.

Opening Bell : શેરબજારમાં કારોબારની મજબૂત શરૂઆત, Sensex 56242 ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ નરમ પડતા કારોબારમાં રાહત દેખાઈ રહી છે. મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત ઉછાળા સાથે કારોબારની શરૂઆત(Opening Bell) થઇ છે. ગઈકાલે સેન્સેક્સ(Sensex)માં 1223 અને નિફટી(Nifty)માં 332 અંકની વૃદ્ધિ સાથે કારોબાર પૂર્ણ થયા બાદ આજે પણ બજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યા છે. સેન્સેક્સ 1,595.14 પોઇન્ટ અથવા 2.92%ઉછાળા સાથે  56,242.47 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 54,647.33 હતું. નિફટી ઇન્ડેક્સની વાત કરીએતો આજે 16,013.45 ના છેલ્લા બંધ સ્તર સામે તે 16,078.00 ઉપર ખુલ્યો હતો. નિફટીએ 331.90 અથવા

 

શેરબજારની સ્થિતિ (09:18 )

SENSEX 55,790.68 +1,143.35 (2.09%)
NIFTY 16,668.40 +323.05 (1.98%)

વૈશ્વિક સંકેત સારા મળ્યા

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઓછો થતાં અને યુક્રેનના નરમ વલણ બાદ અમેરિકન બજારોમાં તેજી આવી છે. અમેરિકી બજારો તેજી સાથે બંધ થયા છે. ડાઉ જોન્સમાં 650 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે જ્યારે નાસ્ડેક પણ લગભગ 4 ટકાના વધારા સાથે બંધ થયો છે. ડાઉ જોન્સ 653 પોઈન્ટના ઉછાળા સાથે 33286 પર બંધ થયો હતો. આ સિવાય નાસ્ડેક 460 પોઈન્ટ એટલે કે 3.59 ટકાના વધારા સાથે 13255ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. યુએસ માર્કેટમાં આઈટી શેરોમાં એક્શન જોવા મળ્યું હતું. આ ઉપરાંત યુરોપિયન બજારોમાં 8%નો ઉછાળો જોવા મળ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ તેજીનું વાતાવરણ છે. SGX નિફ્ટી 271 પોઈન્ટ ઉપર છે અને ઈન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

આજે બજારને અસર કરનાર નોંધપાત્ર બાબતો

  • બ્રેન્ટ ક્રૂડ, સોનું અને ચાંદી ઘટ્યા
  • તુર્કીમાં રશિયા-યુક્રેનના વિદેશ મંત્રીઓની બેઠક
  • ડાઉ 654 પોઈન્ટ અને નાસ્ડેક 460 પોઈન્ટ ઉછળ્યો
  • 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ

FII-DII ડેટા

9 માર્ચના ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી રૂ. 4818.71 કરોડ ઉપાડ્યા હતા. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 3275.94 કરોડનું રોકાણ કર્યું હતું.

કોમોડિટીઝ પર અપડેટ્સ

  • બ્રેન્ટ 13% ઘટીને 111 ડોલર થયું
  • ઓપેક સભ્ય UAE ઉત્પાદન વધારવા માટે તૈયાર
  • સોનું 3.5% ઘટીને 2000 ડોલર ની નીચે આવી ગયું

બુધવારે બજાર તેજીમાં બંધ થયું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત દિગ્ગ્જ સ્ટોકમાં થયેલા વધારાના પગલે બુધવારે શેરબજાર વધારો નોંધાવી બંધ થયું હતું. મુખ્ય સૂચકાંક (Sensex and nifty) 2 ટકાથી વધુ વધ્યા છે. સેન્સેક્સ 1223 પોઈન્ટ વધીને 54,647 પર અને નિફ્ટી 332 પોઈન્ટ વધીને 16,345 પર બંધ રહ્યો હતો. શેરબજારમાં મેટલ સેક્ટરને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરમાં ઉછાળો નોંધાયો છે. મીડિયા અને રિટેલ સેક્ટરમાં સૌથી વધુ ફાયદો જોવા મળ્યો છે. બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયા-યુક્રેનની કટોકટી હળવી થવાના સંકેતો અને વિદેશી બ્રોકરેજ હાઉસ દ્વારા તેલના ભાવમાં વધારાની ભારતના અર્થતંત્ર પર લાંબા ગાળે ખાસ અસર નહીં થાય તેવી અટકળોને કારણે બજારમાં ખરીદી આવી છે.

 

આ પણ વાંચો : ચિંતાના સમાચાર : ડોલર સામે રૂપિયો 80-82 સુધી ગગડવાની આશંકા, જાણો શું પડશે અસર

 

આ પણ વાંચો : Paytm ના રોકાણકારો રાતા પાણીએ રડ્યા, માત્ર 3 મહિનામાં 1 લાખનું રોકાણ થઇ ગયું રૂપિયા 35000, જાણો નિષ્ણાંતોની શું છે સલાહ

Published On - 9:19 am, Thu, 10 March 22

Next Article